વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 12 અને 13 ફેબ્રુઆરીના અમેરિકા મુલાકાત પૂર્વે સ્ટીલ, એલ્યુમીનિયમ પરની વધારાની ડયુટીની નેગેટીવ અસર સાથે ક્રુડ ઓઈલની રશીયા પાસેથી થતી ભારતની આયાત રૂપિયા-રૂબલના બદલે અમેરિકી ડોલરમાં કરવા મામલે દબાણ થવાની અને અમેરિકા પાસેથી ક્રુડ ખરીદવા સંબંધિત ડિલ થવાની ચર્ચાએ બજારમાં મોટી નેગેટીવ અસર જોવાઈ હતી અને ભારતીય શેરબજારમાં સતત પાંચમાં દિવસે ઘટાડો નોંધાયો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ સર્જવાનું ચાલુ રાખીને હવે અપેક્ષા મુજબ વિશ્વના કોઈપણ દેશોમાંથી સ્ટીલ અને એલ્યુમીનિયમની આયાત પર વધારાની 25% ડયુટી લાદવાનું જાહેર કરતાં ટ્રમ્પના વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાઈ જતાં આજે ભારતીય શેરબજારમાં અનાજીત 1000 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન સપ્તાહના પ્રથમ બે દિવસમાં જ અંદાજીત રૂ.16.42 લાખ કરોડ ઘટ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ આ સપ્તાહમાં ટેરિફ મામલે નવા આકરાં નિર્ણયો જાહેર કરે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાની સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા મૂલ્યમાં ઘટાડો યથાવત્ રહ્યો હતો અને 87.95 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો હતો, જયારે ક્રૂડઓઈલના બે તરફી વધઘટના અંતે સુધારો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.88% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 3.40% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ્સ, હેલ્થકેર, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ, ઓટો, મેટલ અને યુટિલિટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4097 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3478 અને વધનારની સંખ્યા 525 રહી હતી, 94 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલ 0.19% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. 5.24%, ટાટા સ્ટીલ 2.91%, બજાજ ફિનસર્વ 2.70%, પાવર ગ્રીડ કોર્પોરેશન 2.68%, લાર્સેન લી. 2.65%, ટાટા મોટર્સ 2.60%, કોટક બેન્ક 2.15%, હિન્દુસ્તાન યૂનિલિવર 2.08%, આઈટીસી લી. 2.07%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.92%, સન ફાર્મા 1.89% અને ટીસીએસ 1.76% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23153 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23404 પોઈન્ટના પ્રથમ અને 23474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23088 પોઈન્ટ થી 23008 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23404 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49681 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49404 પોઈન્ટ પ્રથમ અને 49272 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49737 પોઈન્ટ થી 49808 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49979 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 3094 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.3003 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2980 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.3124 થી રૂ.3137 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.3150 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એસીસી લિ. ( 1939 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1923 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1909 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1953 થી રૂ.1960 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
નેસલે ઈન્ડિયા ( 2200 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેકેજ્ડ ફૂડસ સેક્ટરનો આ સ્ટોક રૂ.2247 આસપાસ વેચવાલી થકી રૂ.2188 થી રૂ.2170 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2260 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2029 ) :- રૂ.2074 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2088 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1997 થી રૂ.1980 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2093 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા… મિત્રો, અમેરિકાને ભારતની રશીયા સાથેની દોસ્તી કણા માફક ખૂંચી રહી છે. અમેરિકા ઈચ્છતું નથી કે, ભારત તેની ક્રુડ ઓઈલની આયાત રશીયા પાસેથી કરે અને એ પણ રૂપિયા-રૂબલમાં આ આયાત થાય. જેથી વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આ સંભવત: દબાણ ભારત પર લાવવામાં આવશે. જો આ મુલાકાતમાં ભારત અને અમેરિકા વચ્ચે મૈત્રીના સંબંધ થશે તો ભારતીય શેરબજારનું સેન્ટીમન્ટ સુધરતું જોવાશે, અન્યથા સંબંધો વણસવાના સંજોગોમાં સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે. મેક્સિકો, કેનેડા અને ચાઈના પછી અમેરિકાનું ટાર્ગેટ હવે ભારત હોવાનું ટેરિફના આકરાં નિર્ણય લેતાં પૂર્વે બિઝનેસમેન ટ્રમ્પ જાણે કે ભારતને ડિલ ટેબલ પર આવવા ફરજ પાડી રહ્યા હોય એમ 12 અને 13 ફેબ્રુઆરીની અમેરિકા-ભારત વચ્ચેની મુલાકાત પર ભારતીય શેરબજારની નજર રહેશે.