back to top
Homeગુજરાતએક સરખી મોડ્સ ઓપરેન્ડીથી બે ફ્લાઇટમાં બોમ્બની ચિઠ્ઠી:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી...

એક સરખી મોડ્સ ઓપરેન્ડીથી બે ફ્લાઇટમાં બોમ્બની ચિઠ્ઠી:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી પહોંચવાની એક કડી મળી, ટૂંકમાં જ આરોપી સુધી પહોંચી જશે

અમદાવાદ એરપોર્ટ પર 10 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી આવેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાંથી BOMB IS HERE લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા 180 મુસાફરોને અંદાજે પાંચ કલાક જેટલા સમય સુધી એરપોર્ટની અંદર જ રોકીને તેઓ પાસે BOMB IS HERE લખાવી રાઇટિંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પહેલાં 11 નવેમ્બરના, 2024ના રોજ અમદાવાદથી જેદ્દાહ ગયેલી ફ્લાઈટમાંથી બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવી હતી. આ બન્ને ફ્લાઈટમાંથી મળેલી ચિઠ્ઠી એક જ મોડસ ઓપરેન્ડીથી લખવામાં આવી હતી. આ ગંભીર ઘટનાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને મહત્વની કડી મળી છે. ટૂંક સમયમાં જ ક્રાઈમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી જશે. બે માસમાં આ પ્રકારના બે બનાવઃ ACP
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ ડેસ્ટિનેશન પર જતી અને આવતી ફ્લાઈટ્સમાં બોમ્બ મુકેલો છે અને થ્રેટ્સના બનાવો ધ્યાન ઉપર આવેલા છે. આ પૈકી અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા બે માસમાં આ પ્રકારના બે બનાવ બનેલા છે. જેમાં 11-11-2024માં અમદાવાદથી જેદ્દાહ જતી ઈન્ડિગોની ફ્લાઈટ છે તેના ટોઈલેટમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેના પર બોમ્બ લખેલું હતું. આ ગુનાની ગંભીરતાને લઈ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ‘પેસેન્જર્સ-ક્રુમેમ્બર્સ સહિતના હસ્તાક્ષરના પુરાવા લેવાયા’
બે દિવસ અગાઉ 10 ફેબ્રુઆરીનો રોજ જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં એક પેસેન્જરની સીટની બાજુમાં આવેલી વિન્ડોવ પેનલમાંથી BOMB IS HERE લખેલી એક ટીસ્યુ પેપરની ચિઠ્ઠી મળી આવી હતી. આ બન્ને બનાવમાં એક ઈન્ડિગોની ફ્લાઈટ્સ અમદાવાદથી જેદ્દાહ જતી હતી, જ્યારે લેટેસ્ટ ઘટના બની તે ફ્લાઈટ જેદ્દાહથી અમદાવાદ આવી હતી. આ બન્ને બનાવની તપાસ હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જે પ્રકારની SOP છે તે પ્લેન ટેકઓફ થાય અને લેન્ડ થાય એ પછીની SOP છે તેની તપાસ કરતા બન્ને પ્લેનના ક્રુમેમ્બર્સ, પાઈલટ, પેસેન્જર્સ અને ક્લિનિક સ્ટાફ છે તે તમામની ડિટેઈલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ બન્ને ફ્લાઈ્ટસના તમામ પેસેન્જર્સ અને જે પણ ક્રુમેમ્બર્સ તેઓના હસ્તાક્ષરના પુરાવા પણ મેળવવામાં આવ્યાં છે. ‘તપાસમાં ફોરેન્સિક ટીમની પણ મદદ લેવાઈ’
જે પ્રકારે થ્રેટ્સ મળી હતી, જેના કારણે એક પ્લેન લગભગ આઠ કલાક લેટ થયું છે, જ્યારે બીજુ પ્લેન હતું તેની સોર્ટીઝ હતી તે પણ લેટ થઈ હતી. આ તમામમાં ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી છે. સાથે હેન્ડરાઈટિંગ એક્સપર્ટના ઓપિનિયન આવ્યાં બાદ આમાં મહત્વની કડીઓ મળી છે. અલગ-અલગ પ્રકાર પાસાઓને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યાં છે. ‘ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી જઈશું’
આ ઘટનામાં બન્ને ફ્લાઈટના અગાઉના રૂટ, પ્રપોઝ રૂટ અને જ્યાંથી અરાઈવલ થયું છે, આ તમામ મેનિફેસ્ટ, પેસેન્જરના લિસ્ટના તેના પણ કોલ ડિટેઈલ્સનું એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું છે. જેટલા પણ ટેક્નિકલ હેલ્પ મળે છે અને તપાસ પણ ગંભીરતા પૂર્વક હાથ ધરેલ છે. ટૂંક સમયમાં લિડ ઉપર કામ કરતા-કરતા આરોપી સુધી પહોંચી શકીશું. 10 ફેબ્રુઆરીએ શું બન્યું હતુ?
જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટમાંથી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં BOMB IS HERE લખેલું હતુ. આ ફ્લાઈટ સવારે 9:35 કલાકે જેદ્દાહથી અમદાવાદ આવવાની હતી, જે એના પૂર્વ નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. સવારે 9:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચેલી ફ્લાઈટના 180 મુસાફરને અમદાવાદ એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને 9:40 સુધીમાં ટર્મિનલમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈમિગ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે, એમ જણાવીને બેસાડવામાં આવ્યાં હતા. લાંબો સમય જતાં મુસાફરે પૂછપરછ કરતાં જણાવવામાં આવ્યું હતું કે તમામ જેદ્દાહથી આવનારા મુસાફરો એક તરફ આવી જાય અને ત્યાર બાદ ઈમિગ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એમાં તમામ મુસાફરોના હેન્ડરાઇટિંગ સેમ્પલ લેવા માટે અંગ્રેજીમાં BOMB IS HERE અને પોતાનો સીટ નંબર લખાવવામાં આવ્યો છે. જે લોકોને અંગ્રેજી લખતા નહોતું આવડતું તેમની પાસે પણ BOMB IS HERE લખાવવામાં આવ્યું હતું. બાદમાં મુસાફરોના પાસપોર્ટ સાઈઝના ફોટો, પાસપોર્ટ કોપી, આઈડી પ્રૂફ કોપી વગેરે લીધા બાદ તેમને તેમની બેગ આપીને એરપોર્ટથી બહાર જવાની પરવાનગી આપવામાં આવી રહી હતી. આ પણ વાંચો….. 8 દિવસમાં 120થી વધુ વિમાનોને મળી ધમકીઓ; ગઈકાલે સરકારે કહ્યું- કડક કાયદો લાવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments