મહાકુંભ 2025માં તપસ્યા-ત્યાગના પ્રતીક સાધુ-સંતોનું નવું અને અનોખું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાખ, ધૂણી, ગુફા અને કઠોર તપસ્યા સુધી મર્યાદિત રહેલા આ સાધુઓ હવે સોશિયલ મીડિયા મારફતે વિશ્વભરમાં પોતાના વિચારો અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે. મહાકુંભ 2025માં આવા ઘણા હાઇટેક નાગા સાધુઓ જોઈ શકાય છે, જે ડિજિટલ છે. ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છે. મહાકુંભ નગરમાં એવા સાધુઓ છે, જે QR કોડ મારફતે દક્ષિણા સ્વીકારી રહ્યા છે. કેટલાક એવા છે, જેમના પોતાના યુટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, તેમના અહીં લાખો ફોલોઅર્સ છે. તેઓ સાચા સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. લોકો તેમના ઉપદેશો નિયમિતપણે સાંભળે છે. તેમના પોસ્ટ વીડિયોના વ્યૂઝ પણ લાખોમાં છે. આમાં ‘ચા’વાળા બાબા, દિગંબર બસંત ભારતી વગેરેનાં નામ પ્રખ્યાત છે. જુઓ વીડિયો….