વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા પરિણામો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં શરૂઆત સાધારણ બે-તરફી વધઘટ સાથે ઘટાડો જોવાયો બાદ નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12-13 ફેબ્રુઆરીની અમેરિકા મુલાકાતની પૂર્વ અમેરિકી ડોલર સામે રૂપિયાના વધુ પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેક્સ માર્કેટમાં બે દિવસમાં અંદાજીત પાંચ અબજ ડોલરનું જંગી વેચાણ કરતાં અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી રહી હતી. છેલ્લા ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિનું રૂ.16 લાખ કરોડથી વધુનું ધોવાણ થઈ ગયું હતું. પાંચ દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.18 લાખ કરોડથી વધુનું ધોવાણ જોવા મળ્યું છે. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગઈકાલે રૂપિયો 87.96 ના નવા સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યા બાદ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતનને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મોટાપાયે સક્રિય બનતા અંદાજીત પાંચ અબજ ડોલરનું વેચાણ કરતા રૂપિયો ઝડપી રિકવર થયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.45% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.49% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કોમોડીટીઝ, ફાઈનાન્શિયલ સર્વિસ, બેંકેકસ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4066 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2435 અને વધનારની સંખ્યા 1534 રહી હતી, 97 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ 2.64%, ટાટા સ્ટીલ 1.65%, લાર્સેન લી. 1.51%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.41%, કોટક બેન્ક 1.35%, ટાટા મોટર્સ 0.99%, હિન્દુસ્તાન યૂનિલિવર 0.83%, ભારતી એરટેલ 0.83% અને ટેક મહિન્દ્ર 0.42% વધ્યા હતા, જયારે મહિન્દ્રા મહિન્દ્રા 3.20%, આઈટીસી લી. 2.14%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.61%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.53%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.52%, અદાણી પોર્ટ 0.88%, ટાઈટન કંપની 0.88%, ઈન્ફોસીસ લી. 0.70%, મારુતિ સુઝુકી 0.43% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23123 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23202 પોઈન્ટના પ્રથમ અને 23373 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23088 પોઈન્ટ થી 23008 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23202 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49716 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50088 પોઈન્ટ પ્રથમ અને 50188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49606 પોઈન્ટ થી 49474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50188 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
નેસલે ઈન્ડિયા ( 2197 ) :- પેકેજ્ડ ફૂડ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2133 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2103 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2212 થી રૂ.2220 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2233 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એસીસી લિ. ( 1939 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1909 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1890 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1973 થી રૂ.1980 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
લુપિન લિ. ( 2030 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.2077 આસપાસ વેચવાલી થકી રૂ.2002 થી રૂ.1980 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2103 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
બજાજ ફિનસર્વ ( 1791 ) :- રૂ.1814 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1823 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1774 થી રૂ.1760 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોર સામે દેશના વેપારઉદ્યોગને સલામત બનાવવા ભારત સરકાર કેટલાક દેશો સાથે તેની મુકત વેપાર કરાર વાટાઘાટને ઝડપથી હાથ ધરી કરાર કરવામાં ઉત્સુક બની છે. મુકત વેપાર કરારના કિસ્સામાં ભાગીદાર દેશો વચ્ચે ડયૂટીના દર નીચા રહે છે. ભારત હાલમાં યુકે, ઓમાન તથા યુરોપિયન યુનિયન સહિતના કેટલાક દેશો સાથે મુકત વેપાર કરાર અંગે વાટાઘાટ કરી રહ્યું છે. વેપાર કરારને કારણે કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ટ્રમ્પની ટેરિફ વોરને કારણે બજારો ખોરવાઈ રહી છે અને વૈશ્વિક વેપારમાં ચિંતા ઊભી થઈ છે. સ્ટીલ તથા એલ્યુમિનિયમની આયાત પર 25% વધારાની ટેરિફ જાહેર કર્યા બાદ ટ્રમ્પ અમેરિકાના માલસામાન પર ઊંચી ટેરિફ ધરાવતા દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર વળતા ટેરિફ જાહેર કરવા યોજના ધરાવે છે. આવી સ્થિતિમાં મુકત વેપાર કરાર એક સાનુકૂળ શસ્ત્ર હોવાનું સરકાર માની રહી છે. વેપાર કરારને કારણે વેપાર મર્યાદાઓ દૂર થઈ જાય છે અને ભાગીદાર દેશોને સરળ બજાર જોડાણો મળી રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રથમ મુલાકાતમાં અમેરિકા સાથે જે શકય બની શકયા નહોતા તેવા લઘુ વેપાર કરાર કરવા ભારત પ્રયત્નો કરવા ધારે છે, ત્યારે અમેરિકા-ભારત વચ્ચેની મુલાકાત પર ભારતીય શેરબજારની નજર રહેશે.