ભારતે ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું છે. ટીમે 356 રન બનાવ્યા, જે અમદાવાદમાં બીજો સૌથી મોટો સ્કોર હતો. શુભમન ગિલે 112 રનની ઇનિંગ રમી. ઇંગ્લેન્ડની ટીમ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બુધવારે વિરાટ અને ગિલના નામ રેકોર્ડમાં હતા. વિરાટે એશિયામાં 16 હજાર રન પૂરા કર્યા. તે ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો. ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવી. ત્રીજી વન-ડેના ટોચના રેકોર્ડ્સ વાંચો… ફેક્ટ્સ 1. વિરાટે એશિયામાં 16 હજાર રન પૂરા કર્યા
સ્ટાર બેટર વિરાટ કોહલીએ એશિયામાં 16 હજાર રન પૂરા કર્યા. બુધવારે તેણે 52 રનની ઇનિંગ રમી. કોહલીએ એશિયામાં રમાયેલી 312 મેચમાં 16025 રન બનાવ્યા છે. સચિન તેંડુલકર 411 મેચમાં 21471 રન સાથે રેકોર્ડમાં ટોચ પર છે. 2. કોહલી ઇંગ્લેન્ડ સામે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે 87 મેચમાં 4036 રન બનાવ્યા છે. 3. શુભમને 2022 થી 13 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે
ઓપનર શુભમન ગિલે 2022 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 સદી ફટકારી છે. આ મામલે તેણે ઇંગ્લેન્ડના જો રૂટની બરાબરી કરી. ભારતના વિરાટ કોહલીએ પણ 2022 પછી 11 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. 4. ગિલના નામે 50 ઇનિંગ્સ પછી વન-ડેમાં સૌથી વધુ રન
શુભમન ગિલ 50 ઇનિંગ્સ પછી સૌથી વધુ વન-ડે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. અત્યાર સુધીમાં તેણે લગભગ 60 ની સરેરાશથી 2587 રન બનાવ્યા છે. બીજા નંબરે સાઉથ આફ્રિકાનો હાશિમ અમલા છે, જેણે 50 ઇનિંગ્સ પછી 2486 રન બનાવ્યા છે. 5. અમદાવાદમાં બીજો સૌથી મોટો વન-ડે સ્કોર
બુધવારે અમદાવાદમાં ભારતે 356 રન બનાવ્યા. આ મેદાન પર આ બીજો સૌથી મોટો ODI સ્કોર છે. આ પહેલા 2010માં, સાઉથ આફ્રિકાએ ભારત સામે 365/2 રન બનાવ્યા હતા. 6. ઇંગ્લેન્ડ સામે ભારતની બીજી સૌથી મોટી જીત
અમદાવાદમાં ભારતે ઇંગ્લેન્ડને 142 રનથી હરાવ્યું. આ ભારતની ઇંગ્લિશ ટીમ સામે રન માર્જિનની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા 2008માં ભારતે રાજકોટમાં ઇંગ્લેન્ડને 158 રનથી હરાવ્યું હતું.