આગામી 27 ફેબ્રુઆરીના રોજ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે, ત્યારે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓને આ પરીક્ષાને લઈ રીસીપ્ટ આપવામાં આવશે. આ પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીઓએ ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું. શું કરવું શું ન કરવું તે અંગે જાણો શિક્ષણવિદ શું કહે છે. 27 ફેબ્રુ.થી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થશે
આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમ સ્કૂલના આચાર્ય અને શિક્ષણવિદ પરેશ શાહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીના રોજ ચાલુ થવા જઈ રહી છે. આ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કેટલીક બાબતોએ ખાસ વિદ્યાર્થી અને તેમના વાલીઓ સાથે પરિજનોને એક ખાસ સંદેશ આપવા માગું છું. વિદ્યાર્થીઓએ પરીક્ષા શરૂ થવા માટે માત્ર બે અઠવાડિયા બાકી છે, ત્યારે કેટલીક બાબતો ધ્યાન રાખવી જોઇએ. તેમને નથી આવડતું તેના પર વધુ ધ્યાન આપો
તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ સાદો ખોરાક લેવો જોઇએ. ઉજાગરા બને ત્યાં સૂધી ઓછાં કરો અને વધુમાં વધુ પાણી પીવું જોઇએ. આ સાથે અંતિમ દિવસોમાં ખુબ સરસ ટાઇટ ટેબલ બનાવવું જોઇએ. જેમાં બધું જ વાંચવાની જગ્યાએ હવે જે તેમને નથી આવડતું તેના પર વધુ ધ્યાન આપો. આ સાથે એક બે દિવસમાં બોર્ડની પરીક્ષાની વિદ્યાર્થીઓને રીસીપ્ટ મળવાની છે, ત્યારે ખાસ કરીને આ રીસીપ્ટમાં પરીક્ષાનું કેન્દ્ર, નંબર અને એડ્રેસ મેળવી લેવું સાથે આ રીસીપ્ટની બે ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી જોઇએ. પરીક્ષાની રીસીપ્ટને લેમિનેશન ન કરાવવી જોઇએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ રીસીપ્ટને લેમિનેશન કરાવે છે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જેવી છે. આ રીસીપ્ટ ક્યારેય લેમિનેશન કરાવવાની નથી કેમ કે આ રીસીપ્ટ આધારે તમને પરીક્ષા આપવામાં આવશે અને તેમાં બ્લોક સુપરવાઇઝર આ રીસીપ્ટમાં પરીક્ષણ પ્રશ્નપત્ર નંબર, જવાબવાહી નંબર સાથે સહી કરશે. જેથી આ રીસીપ્ટ લેમિનેશન ન કરાવવી જોઇએ. વાહન ન ચલાવવો જેથી અકસ્માતથી બચી શકાય
વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, છેલ્લાં દિવસોમાં ઘણા બધા સગા સંબંધીઓ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે ઘરે જાતા હોય છે, ત્યારે હું તમામ સ્નેહીજનોને વિનંતી કરું છું કે, આપને જો બાળકને શુભેચ્છા આપવી હોય તો એક શુભેચ્છા કાર્ડ મોકલવું જોઇએ. કારણ કે, છેલ્લા દિવસોની અંદર વિદ્યાર્થી પોતાના સમયપત્રક હેઠળ વાંચતો હોય છે, ત્યારે બને ત્યાં સુધી તેમનો સમય ન બગડે તે મહત્ત્વનું છે. આ સાથે છેલ્લાં દિવસોમાં બને ત્યાં સુધી વાહન ન ચલાવો. આ બાબતે હું વાલીને પણ વિનંતી કરું છું કે કોઇ અકસ્માત થાય અને વિદ્યાર્થી પરીક્ષા આપવાથી વંચિત રહી ન જાય. શું કરવું શું ન કરવું