back to top
Homeગુજરાતવેલેન્ટાઈન ડે સેલિબ્રેશન માટે હોટલ-કેફેમાં ખાસ એરેન્જમેન્ટ:લવ થીમ પર ડીનર વીથ ડાન્સ,...

વેલેન્ટાઈન ડે સેલિબ્રેશન માટે હોટલ-કેફેમાં ખાસ એરેન્જમેન્ટ:લવ થીમ પર ડીનર વીથ ડાન્સ, કપલ દિઠ ચૂકવવા પડશે રૂ. 3000 થી 6000, LGBTQ કોમ્યુનિટી પણ ઉજવણી કરશે

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. અમદાવાદમાં કપલ્સ આજના દિવસની યાદગાર ઉજવણી કરી શકે તે માટે હોટલ, કેફે અને ક્લબમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લવ થીમ પર ડીનર વીથ ડાન્સના ઠેર ઠેર આયોજન કરાયા છે. જેના માટે કપલ્સે 3000 થી 6000 રૂપિયાની ચૂકવણી પડશે. LGBTQ સમુદાય દ્વારા પણ અમદાવાદમાં ઉજવણી કરાશે. તો બીજી તરફ આજના દિવસે ગુલાબોની ડીમાન્ડ વધી જતા બજારમાં એક દિવસ પહેલા જ ભાવ ચાર ગણા થઈ ગયા છે. પ્રેમની અભિવ્યકિતનો દિવસ એટલે વેલેન્ટાઈન દિવસ
આજના દિવસે લોકો પ્રેમની અભિવ્યકિત કરતા હોય છે. લોકોને પ્રેમની અભિવ્યકિત કરવા માટે અમદાવાદની વિવિધ હોટલ, કેફે અને ક્લબમાં ખાસ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. વિવિધ હોટલાં લવ થીમ પર ડીનર વીથ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ સ્થળે કરી શકો છો ઉજવણી
અમદાવાદ શહેરમાં આવેલા વિવિધ કાર્યોમાં તથા પાર્ટી પ્લોટમાં અને ક્લબમાં વેલેન્ટાઈન ડેની સાંજે ખાસ લવ થીમ પર ડિનર માટેની ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત ડેકોરેશન થીમ પણ વેલેન્ટાઈન ડે અનુસરીને જ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ઓગણજ ખાતે આવેલા ફનગ્રીટોમાં લાઈવ મ્યુઝિક ડાન્સ ડિનર, આ ઉપરાંત શહેરના આસપાસના હાઇવે બાજુના પાર્ટી પ્લોટ અને ક્લબમાં પણ વેલેન્ટાઇન ડે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પામ ગ્રીન ક્લબ ખાતે ડિનર રોમેન્ટિક મ્યુઝિક વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના એસજી હાઇવે, સિંધુભવન રોડ અને એસપી રીંગ રોડ વિવિધ કેફે અને રૂફટોપમાં વેલેન્ટાઈન ડેની થીમ પર ડેકોરેશન કરીને લાઈવ મ્યુઝીક તથા કેન્ડલલાઈટ ડિનર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલાક કેફેમાં કપલ માટે ફ્લાવર પેટલ્સ, બલુન્સ અને કેન્ડલથી સજાવેલા ટેબલ અને અલગ જગ્યા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. કપલ દિઠ 1000 થી 6000 રૂપિયાનું પેકેજ
વેલેન્ટાઇન્સ ડે પર જો અમદાવાદમાં પોતાના વેલેન્ટાઇન સાથે કોઈ ક્લબ પાર્ટીપ્લોટ કે રેસ્ટોરન્ટ અથવા તો કેફેમાં ડિનર ડેટ પર જશે તો તેમને કપલ દીઠ ₹1,000 થી લઈને રૂપિયા 6,000 સુધી કિંમત ચૂકવવી પડી શકે છે. કારણ કે વિવિધ કેફેમાં વેલેન્ટાઇન્સ ડેની થીમ પર અલગ અલગ ઓફર રાખવામાં આવી છે. જેમાં 7-કોર્સ ગોરમી ડિનરથી લઈને કોન્ટીનેન્ટલ ફૂડ ઉપલબ્ધ રહેશે. આ સાથે કેન્ડલાઈટ રોમેન્ટિક માહોલ અને લાઈવ રોમેન્ટિક મ્યુઝિકની મજા પણ માણી શકાશે. કેટલાક કેફેમાં તો ટેબલ મુજબ સ્લોટ બુક કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઇઆઇએમ વિસ્તારમાં આવેલા મકેબા ધ લાઉન્જમાં વેલેન્ટાઇન્સ ડે માટે ત્રણ સ્લોટમાં બે અલગ અલગ પ્રકારના ડિનર અરેન્જ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સ્લોટ સાંજના 6:00 વાગ્યાથી 8:30 સુધી, બીજો સ્લોટ રાતના 09:00 વાગ્યાથી 11:30 સુધી અને ત્રીજો સ્લોટ રાત્રે 12 વાગ્યાથી 2:00 વાગ્યા સુધીનો છે તેમાં પણ બેસિક અને પ્રીમિયમ એમ બે અલગ અલગ પ્રકારના ડિનર ઓફર કરવામાં આવ્યા છે. બેસિકમાં કપલ દીઠ રૂપિયા 2500 થી લઈને 5,000 સુધીના પ્લોટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જ્યારે પ્રીમિયમમાં રૂપિયા 3000 થી લઈને 6,000 રૂપિયા સુધીના કપલ દીઠ ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વેલેન્ટાઈન ડે ફક્ત યુવક યુવતી એકબીજા સાથે જ મનાવી શકે તેમ નથી. માતા,પુત્ર, પિતા, પુત્રી, ભાઈ, બહેન એમ દરેક સંબંધમાં વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરી શકાય છે. આ ઉપરાંત મિત્રો પણ એકબીજા સાથે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરે છે ત્યારે મહિલાઓ એકબીજા સાથે વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરી શકે તે માટે આ વર્ષે ગેલેન્ટાઇન ડે બ્રંચ રાખવામાં આવ્યું છે ગેલેન્ટાઇન્સ ડે વિશ્વમાં મહિલાઓની દોસ્તીને ઉજવવા માટે મનાવવામાં આવે છે ત્યારે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે અમદાવાદના ક્રેઝી પ્લાન્ટ લેડી કેફે મહિલાઓ માટે વેલેન્ટાઇન ડેની ઉજવણી નિમિત્તે બ્રન્ચની ઓફર રાખવામાં આવી છે. જેમાં તમામ સામગ્રી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગ્લુટેન ફ્રી રાખવામાં આવી છે. LGBTQ સમુદાય પણ ઉજવણી કરશે
ભારત દેશમાં થર્ડ જેન્ડરને પણ કાયદાકીય રીતે સમાન અધિકાર આપવામાં આવ્યા છે. ત્યારે વેલેન્ટાઇન્સ ડે ફક્ત યુવક અને યુવતી એકબીજા સાથે જ મનાવી શકે તે માન્યતા ને તોડવા માટે અમદાવાદ અને ગાંધીનગર ના LGBTQ કોમ્યુનિટી દ્વારા વેલેન્ટાઇન્સ ડે ના દિવસે આ કમ્યુનિટીના તમામ સિંગલ લોકો એકબીજાને મળે અને વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરી શકે તે માટે મીટ અપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ડ્રાઇવિંગ સિનેમા પાસેના મંકી કેફે માં 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજના છ વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી મિટ અપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં LGBTQ કોમ્યુનિટીના સિંગલ લોકો ભાગ લઈ શકશે. ગુલાબના ભાવ ચારગણા થયા
ઉલ્લેખનીય છે કે પ્રેમને દર્શાવવા માટે ગુલાબનું ફૂલ એક પ્રતીક સમાન માનવામાં આવે છે ત્યારે વેલેન્ટાઇન્સ ડે ના એક સપ્તાહ પહેલાથી જ અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સાત ફેબ્રુઆરીના પ્રથમ દિવસે જ રોઝ ડે નું સેલિબ્રેશન થતું હોય છે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહથી જ ગુલાબ સહિતના વિવિધ ફૂલના ભાવમાં વધારો થતો હોય છે. આ વર્ષે પણ વેલેન્ટાઇન્સ ડે ના એક સપ્તાહ પહેલાથી જ બજારમાં ગુલાબના ભાવ બમણા થયા છે તથા વેલેન્ટાઇન્સ ડે ના દિવસે બજારમાં ગુલાબના ભાવ હોલસેલમાં બમણા જ્યારે છૂટક ચારથી પાંચ ગણા થયા છે. રિટેલ માર્કેટમાં એક લાલ ગુલાબની કિંમત 70 થી 80 રૂપિયા સુધી પહોંચી છે. સામાન્ય દિવસોમાં રીટેલ બજારમાં આ ગુલાબની કિંમત 20 રૂપિયા સુધીની હોય છે. જ્યારે કેટલીક ઓનલાઇન એપ્લિકેશન ઉપર પણ ગુલાબના ભાવમાં વધારો થયો છે એક ગુલાબના ફૂલની કિંમત 75 રૂપિયા સુધી પહોંચે છે જ્યારે 10 ગુલાબના બુકે ની કિંમત 675 થી 750 રૂપિયા સુધી અને તેનાથી પણ વધુની કિંમતમાં ગુલાબના ફૂલ વેચાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments