ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા માર્ચના પ્રથમ સપ્તાહથી શરૂ થશે. હોળી (14 માર્ચ) પહેલા પાર્ટીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે. આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાના નામ પર સર્વસંમતિ સધાઈ શકે છે. કારણ કે, ભાજપનું ધ્યાન હવે દક્ષિણના રાજ્યો પર છે ફેબ્રુઆરીના અંત સુધીમાં 18 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ભાજપના બંધારણ મુજબ દેશના ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ પ્રમુખો ચૂંટાયા હોય ત્યારે જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને બીજી ટર્મ આપવાને બદલે પાર્ટી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. જો કે, ભાજપના બંધારણ મુજબ કોઈ વ્યક્તિ સતત બે ટર્મ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. આ દૃષ્ટિએ નડ્ડા ટેકનિકલી રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે લાયક છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ફરીથી અધ્યક્ષ બનવાને બદલે તેમણે આ જવાબદારી નવા વ્યક્તિને સોંપવાની વાત કહી છે. દક્ષિણ ભારતમાંથી કોઈને તક મળી શકે છે, તે 20 વર્ષથી શક્ય નથી આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાના નામ પર સર્વસંમતિ સાધવાનો વિચાર છે. કારણ કે, ભાજપનું ધ્યાન હવે દક્ષિણના રાજ્યો પર છે. ત્યાંથી 20 વર્ષથી કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ નથી. વેંકૈયા નાયડુ (આંધ્ર) 2002-2004 વચ્ચે છેલ્લે હતા. આ અંગે આરએસએસ અને સંબંધિત સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. એ નિશ્ચિત છે કે જે કોઈ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, આગામી લોકસભા ચૂંટણી 2029 તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે, આ રીતે નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2028 સુધી રહેશે. જૂનમાં જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો
નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પુર્ણ થયો હતો. લોકસભા ચૂંટણી માટે તેમનો કાર્યકાળ ગયા વર્ષે જૂન સુધી 6 મહિના લંબાવવામાં આવ્યો હતો. નડ્ડા હાલમાં કેન્દ્રીય મંત્રી પણ છે. અત્યાર સુધી ચૂંટણી બિનહરીફ રહી છે ભાજપમાં અત્યાર સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બિનહરીફ થઈ છે. મતલબ કે માત્ર એક જ વ્યક્તિ નોમિનેટ કરે છે અને વોટિંગ વગર અધ્યક્ષ ચૂંટાય છે. આ વખતે પણ આ જ પરંપરા ચાલુ રહેવાની આશા છે. જો કે, 2013 માં, જ્યારે નીતિન ગડકરીને અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે યશવંત સિંહાએ ઉમેદવારી નોંધાવી હતા. જેના કારણે હોબાળો થયો, પરંતુ જ્યારે ગડકરીએ અનિચ્છા દર્શાવી ત્યારે સિંહાએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું અને રાજનાથ સિંહ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.