back to top
Homeગુજરાતકાલથી CBSE બોર્ડની પરીક્ષા, ગેરરીતિ રોકવા ન્યૂ CCTV પોલિસી:240 પરીક્ષાર્થી વચ્ચે એક...

કાલથી CBSE બોર્ડની પરીક્ષા, ગેરરીતિ રોકવા ન્યૂ CCTV પોલિસી:240 પરીક્ષાર્થી વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસર ફરજિયાત; પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી સ્કૂલે રેકોર્ડિંગ રાખવું પડશે

15મી ફેબ્રુઆરીને શનિવારથી CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. દેશભરમાં 204 વિષયમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા નવી સીસીટીવી પોલિસી અમલમાં લાવવામાં આવી છે. આ વર્ષથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો ફરજિયાત છે જ, પરંતુ પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી મોનિટરિંગ ઓફિસર મૂકવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા કેન્દ્રમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવશે. આ ઓફિસર ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખશે. આ ઉપરાંત તેના પર દિલ્હી ખાતેના કંટ્રોલરૂમની પણ નજર રહેશે. પરીક્ષાનું પરિણામ ન આવે ત્યાં સુધી એટલે કે, અંદાજે બે મહિનાથી વધુ સમય સુધી સમગ્ર પરીક્ષાનું સીસીટીવી રેકોર્ડિંગ જે તે પરીક્ષા કેન્દ્રોએ ફરજિયાત રાખવું પડશે. રાજકોટ રિજિયનમાં એટલે કે, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ગતરોજથી સીબીએસઈની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10માં 2,602 અને ધોરણ 12માં 1,623 વિદ્યાર્થીઓ એમ બન્ને મળીને 4,225 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમ રાજકોટ રિજિયન CBSE એક્ઝામ કૉઓર્ડિનેટર અને RKCના પ્રિન્સિપલ યશ સક્સેનાનુ કહેવું છે. કાલથી શરૂ થનારી પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે
રાજકોટની જિનિયસ સ્કૂલમાં છેલ્લા 23 વર્ષથી ફરજ બજાવતા અને NIOSમાં પ્રિન્સિપાલ અને CBSEમાં વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુક્લાએ જણાવ્યું હતું કે, 15મી ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શક રીતે પરીક્ષા લેવામાં આવે તે માટે સીસીટીવી પોલિસીમાં ચેન્જ કર્યો છે. 10 ક્લાસરૂમ વચ્ચે 1 CCTV મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપાશે
જેમાં આ વખતે નવો નિયમ એ છે કે, સીબીએસઈની પરીક્ષા જેટલા કેન્દ્રો ઉપરથી લેવામાં આવશે, તેમાં 240 વિદ્યાર્થીઓ અથવા 10 ક્લાસરૂમ વચ્ચે એક સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને ફરજ સોંપવાની રહેશે. જેમને ચાલુ પરીક્ષા દરમિયાન સતત સીસીટીવી ઉપર નજર રાખવાની રહેશે. તેમના મોનિટરિંગ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ દેખાશે તો તુરંત CBSE બોર્ડને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત CBSE બોર્ડને જરૂર લાગે તો સીસીટીવીના ક્લિપિંગ સાથે સીસીટીવી મોનિટરિંગ ઓફિસરને બોલાવી ખુલાસો પણ પૂછી શકે છે. પરિણામ જાહેર થાય ત્યાં સુધી સીસીટીવી સાચવીને રખાશે
આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, દિલ્હીથી કંટ્રોલરૂમ ખાતેથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના CCTVનુ મોનિટરિંગ કરશે. પરીક્ષા કેન્દ્રોમાં જે CCTVનુ રેકોર્ડિંગ કરવામાં આવે છે તે સાચવવાનું રહે છે. CBSE બોર્ડનું પરિણામ જાહેર થાય ત્યાં સુધી એટલે કે, 2 મહિના સુધી CCTVનું બેકઅપ સાચવીને રાખવાનો નિયમ છે. જેથી પરિણામ બાદ પણ કોઈ વિદ્યાર્થી કે સ્કૂલની સમસ્યા હોય તો તેનુ ક્લિપિંગ મારફત નિરાકરણ લાવી શકાશે. વિદ્યાર્થીઓની સાથે સ્થળ સંચાલક સહિતના એલર્ટ રહેશે
ગત વર્ષે સીબીએસઈની પરીક્ષા જ્યાં ચાલી રહી હતી, ત્યાંની કેટલીક સ્કૂલોમાં સીસીટીવી ન હતા. જેને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી તો રાખવામાં આવ્યા જ છે, પરંતુ આ સાથે જ તેનો કડક અમલ પણ કરવામાં આવશે, જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સાથે સ્થળ સંચાલક સહિતના એલર્ટ રહેશે અને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનુ ખાસ ધ્યાન રાખશે. પરીક્ષામાં વિદ્યાર્થીઓનો મેન્ટલી સપોર્ટ જરૂરી
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની સીબીએસઈની પરીક્ષામાં એક સ્કૂલના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું હોય છે. પરંતુ તેઓની સ્કૂલ બદલાતી નથી, જેને લીધે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડતી નથી. જેમ કે, જિનિયસ સ્કૂલમાં CBSEનું સેન્ટર શરૂ થયુ ત્યારથી એટલે કે, 3 વર્ષથી મોદી અને ઇનોવેટીવ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે. જ્યારે જિનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પરીક્ષા આપવા માટે જાય છે. જેનાથી વિદ્યાર્થીઓને મેન્ટલ સપોર્ટ એ મળે છે કે પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ તેમની સાથે જ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments