back to top
Homeબિઝનેસન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર RBIનો પ્રતિબંધ:મુંબઈમાં બેંકની બહાર લોકોની જામી ભીડ,...

ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર RBIનો પ્રતિબંધ:મુંબઈમાં બેંકની બહાર લોકોની જામી ભીડ, ગ્રાહકો પૈસા ઉપાડી શકશે નહીં

મુંબઈ ખાતે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બહાર ગ્રાહકોની ભીડ જામી છે કારણ કે ગ્રાહકો તેમના પૈસા ઉપાડવા માંગે છે. નિયમોનું પાલન ન થવાને કારણે રિઝર્વ બેંકે ગઈકાલે એટલે કે ગુરુવાર, 13 જાન્યુઆરીએ બેંકમાં પૈસા જમા અને ઉપાડ પર પ્રતિબંધ લાદ્યો છે. હવે બેંક કોઈ નવી લોન આપી શકશે નહીં. મુંબઈના અંધેરીમાં વિજયનગર બ્રાન્ચની બહાર ભેગા થયેલા ખાતાધારકો મૂંઝવણમાં છે કે તેમને તેમના પૈસા ક્યારે મળશે. કેટલાક લોકોએ કહ્યું કે બેંક તેમને કોઈ જવાબ આપી રહી નથી અને તેની ગ્રાહક સપોર્ટ સર્વિસ અને એપ્લિકેશન પણ કામ કરી રહી નથી. વર્તમાન રોકડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને RBIની કાર્યવાહી રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેંકની વર્તમાન રોકડ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેને નિર્દેશ આપવામાં આવ્યો છે કે બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા થાપણકર્તાના અન્ય કોઈપણ ખાતામાંથી કોઈપણ રકમ ઉપાડવાની મંજૂરી ન આપવામાં આવે. જો કે, પગાર, ભાડું અને વીજળી બિલ જેવી કેટલીક આવશ્યક વસ્તુઓ પર ખર્ચ કરવાની મંજૂરી છે. RBIનો પ્રતિબંધ 6 મહિના સુધી અમલમાં રહેશે આરબીઆઈ બેંકની પરિસ્થિતિ પર નજર રાખશે અને થાપણદારોના હિતોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ સૂચનાઓમાં ફેરફાર કરશે. આ પ્રતિબંધો 13 ફેબ્રુઆરી, 2025 થી 6 મહિના માટે અમલમાં રહેશે. થાપણદારો 5 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકશે RBIએ જણાવ્યું હતું કે એલિજિબલ ડિપોજિટર્સ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી 5 લાખ રૂપિયા સુધીના ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. માર્ચ 2024ના અંતે, સહકારી બેંકમાં 2436 કરોડ રૂપિયાની થાપણો હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments