અર્જુન કપૂર પોતાની આગામી ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના પ્રમોશન માટે રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં પહોંચ્યો હતો. શોના જજ મલાઈકા અરોરાએ તેના હિટ સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું, જેના વખાણ કરતાં અર્જુને કહ્યું- મારી બોલતી તો વર્ષોથી બંધ જ છે. શોના આ એપિસોડનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં જોવા મળે છે કે મલાઈકા બાકીના કન્ટેસ્ટન્ટ સાથે ડાન્સ કરી રહી છે. પર્ફોર્મન્સ પછી, બધાએ ઊભા થઈને તેને તાળીઓથી વધાવી હતી. પછી અર્જુનને પૂછવામાં આવ્યું કે આ પર્ફોર્મન્સ પર શું કહેવું છે. જવાબમાં, એક્ટરે કહ્યું – મારી બોલતી તો વર્ષોથી બંધ જ છે. હું હજુ પણ ચૂપ રહેવાં માગું છું. અર્જુને મલાઈકાના વખાણ કર્યા
અર્જુને કહ્યું- આજે મને મારા બધા મનપસંદ ગીતો સાંભળવાં મળ્યાં, જે મલાઈકાના કરિયર અને જીવનને પ્રતિબિંબિત કરે છે. તમને ખબર છે કે મને આ બધા ગીતો કેટલા ગમે છે. તમને આ રીતે સેલિબ્રેશન કરતાં જોઈને ખૂબ આનંદ થયો. મલાઈકા સાથે 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યો, પછી બ્રેકઅપ થઈ ગયું
ફિલ્મ ‘સિંઘમ અગેન’ના પ્રમોશનલ ઇવેન્ટમાં, અર્જુને મલાઈકા સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. આ કાર્યક્રમમાં, લોકોએ અર્જુનને મલાઈકાની ખબર પૂછી હતી, જેના જવાબમાં અર્જુને જવાબ આપ્યો કે હું અત્યારે સિંગલ છું. મલાઈકા અરોરાએ પહેલાં લગ્ન અરબાઝ ખાન સાથે 1998માં કર્યા હતા. 2016 માં બંને અલગ થઈ ગયા, જેના થોડા સમય પછી મલાઈકાએ અર્જુનને ડેટ કરવાનું શરૂ કર્યું. 2019માં, બંનેએ એક ઇન્સ્ટા પોસ્ટ દ્વારા સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી. જોકે, લગભગ 8 વર્ષ પછી, બંનેનું બ્રેકઅપ થઈ ગયું.