back to top
Homeગુજરાતઅસલાલી જિલ્લા પંચાયત પેટા ચૂંટણી:દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલે ચલાવ્યું જોરદાર પ્રચાર અભિયાન

અસલાલી જિલ્લા પંચાયત પેટા ચૂંટણી:દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલે ચલાવ્યું જોરદાર પ્રચાર અભિયાન

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા અસલાલી ગામમાં આગામી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર અભિયાનનો ધમધમાટ શરૂ કર્યો છે. દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના નેતૃત્વમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ ગામમાં વ્યાપક સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. પ્રચાર દરમિયાન ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને તેમની ટીમે મતદાતાઓને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, ભવિષ્યમાં વિસ્તારના વિકાસ માટે પાર્ટીની યોજનાઓથી પણ મતદાતાઓને અવગત કરાવ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને લોકસંપર્ક કર્યો અને પક્ષના ઉમેદવારને જીતાડવા માટે મતદાતાઓનો સહયોગ માંગ્યો હતો. પાર્ટીના નેતાઓએ આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય સુનિશ્ચિત કરવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments