અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટીમાં આજે એક સફળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં, પ્રોફેસરે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન કરી વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ શિબિર જે ઈન્ડસ સ્ટૂડન્ટ એક્ટિવિટી સેલ (iSAC), રોટરેક્ટ ક્લબ ઑફ ઈન્ડસ યુનિવર્સિટી (RCIU) અને નેશનલ સર્વિસ સ્કીમ (NSS) દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદના બ્લડ સેન્ટરના સહયોગથી યોજાઈ. વિદ્યાલયના ટોચના મેનેજમેન્ટ, પ્રોફેસરો, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. શિબિર દરમિયાન 268 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન સાબિત થશે. સમાજ માટે આ મહત્વપૂર્ણ યોગદાનને ઓળખી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ઈન્ડસ યુનિવર્સિટીનું સન્માન કરવામાં આવ્યું. આવા કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટી સમાજપ્રતિ સેવા ભાવના પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.