ખાનપુરના ડોટાવટા ગામે પેટા ચુંટણીના ઉમેદવારની ડી.જે સાથે રેલી નીકળી હતી. ડી.જેના અવાઝથી ઝાડ પરના મધપુડાની ભમરીઓ ઉડીને રેલીમાં જોડાયેલા 5 કાર્યકરોને અને ગામના 15થી વધુપશુઓને ડંખ મારીને ઇજાઓ કરી હતી. ભમરીઓ ઉડતાં જ પ્રચારમાં ઉત્સાહભેર જોડાયેલા કાર્યકરોમાં નાસભાગ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોએ સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયારે પશુચીકીત્સકે પશુઓની સારવાર કરીહતી. મહિસાગર જિલ્લામાં ખાનપુરતાલુકાની કનોડ તાલુકા પંચાયતની બેઠકપર પેટા ચુંટણીમાં ઉમેદવારો પ્રચારમાંએડી ચોટીનું જોર લગાવી દીધુંહતું.પેટાચુંટણીના પ્રચારના છેલ્લા દિવસેમત વિસ્તારોમાં રેલીઓ કાઢવામાં આવીહતી. ત્યારે ઉમેદવારે કનોડ તા.પ.ની પેટાચુંટણીના છેલ્લા દિવસે ડી.જે સાથે રેલીકાઢવામાં આવી હતી. રેલી ખાનપુરનાડોડાવટા ગામે પહોચી હતી. રેલીમાંડી.જેના મોટા અવાજથી ઝાડ પરમધપુડાની ભમરીઓ છંડેડાઇ હતી. ભમરીઓ ઝાડ પરથી ઉડીને રેલીમાં ઘુસતાજ અફરાતફરી અને નાસભાગ મચી જવાપામી હતી. ઉડતી ભમરીઓ રેલીમાંજોડાયેલા 5 કાર્યકરોને ડંખ માર્યા હતા.જયારે ગામમાં બાંધેલા 15 જેટલાપશુઓને પણ ભમરીઓએ ડંખ માર્યોહતો. ભમરીના ડંખથી ઇજા પામેલાલોકોને સરકારી હોસ્પીટલમાં સારવારમાટે ખસેડાયા હતા. જયારે ગામનાપશુઓને ભમરીઓ ડંખ મારતા જીલ્લાપ્રસાસન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઇડેરીના ડૉકટર દ્વારા પશુને સારવારકરવામાં આવી હતી.