સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકામાં આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. કુલ 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે. આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ મુખ્ય ભૂમિકા ભજવશે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે ખેડબ્રહ્મા નગરપાલિકાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરી લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં અનેક પાયાની સમસ્યાઓ છે, જેમાં ગટર વ્યવસ્થા, રસ્તાઓની ખરાબ સ્થિતિ, રખડતા આખલાઓનો ત્રાસ અને ટ્રાફિકની સમસ્યા મુખ્ય છે. ‘બીમાર પડ્યા છીએ, બાટલા ચડાવ્યા છે’
વોર્ડ 5માં રહેતા અલ્પાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે 6 મહિનાથી અહીં ભાડે રહીએ છીએ. અહીં ગટરનું પાણી ઊભરાય છે તે બંધ જ થતું નથી. અમે બીમાર પડ્યા છીએ, બાટલા ચડાવ્યા છે, તોય કોઇ ગટર સાફ કરવા આવતું નથી. સવારે પાણી ચાલુ થાય ત્યારથી ગટર ઉભરાવાનું ચાલુ થઇ જાય છે. એટલી ગંધ મારે છે કે, જમવા પણ કેવી રીતે બેસવું?. બધા અહીં આવી આવીને જોઇને જતાં રહે છે પણ કાંઇ કામ કરતા નથી. ‘બધાના ઘરમાં એક-બે માણસો બીમાર છે’
વોર્ડ 5ના તેરાપંથ મંદિર રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા મૌલિક ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગટરલાઇનનો બહુ મોટો પ્રશ્ન છે. નગરપાલિકાવાળા આવીને જોઇને જતાં રહે છે, પણ કોઇ નિકાલ આવતો નથી. આજુબાજુમાં રોજ ઝગડા થાય છે. અહીં બધાના ઘરમાં એક-બે માણસો બીમાર છે. ગટરો ઉભરાય છે, જેથી આવવા જવામાં તકલીફ રહે છે. મચ્છરનો પણ ત્રાસ છે. ગમે તે કરીને આ ગટરલાઇનની સમસ્યાનો નિકાલ કરો બસ. ‘ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે’
વોર્ડ 5 સ્ટેશન વિસ્તારમાં રહેતા મિતુલકુમાર ચંદુલાલ મહેતાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં ગટરના પાણીની ખૂબ ખરાબ વ્યવસ્થા છે. ગટરનું પાણી પીવાના પાણીની અંદર ભળી જાય છે. બીજુ એ કે, અહીં રખડતા ઢોરોનો પણ ત્રાસ છે. ટ્રાફિકની પણ સમસ્યા છે. નગરપાલિકાના નિયમિત વેરા ભરવા છતાં સમસ્યાનો અંત આવતો નથી. અનેક રજૂઆતો કરી પણ કાંઇ નિકાલ આવતો નથી. ઇલેક્શન આવ્યું છે એટલે બધા ઘરે ઘરે આવીને કહે છે કે, અમે આમ કરી દઇશું તેમ કરી દઇશું. પણ, અત્યારે હાલ પણ પાણી ભરાવાની સમસ્યા તો ચાલુ જ છે. એનો કોઇ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. ખેડબ્રહ્મામાં માતાજીના મંદિરનું સ્થાનક છે. ત્યાં ટ્રાફિક અને રખડતા ઢોરનો આતંક છે. ‘અંધારામાં રહીએ છીએ, સાપ-કીડા નીકળે છે’
ખેડબ્રહ્માના વોર્ડ નંબર 1 માતાજીના તળાવ વિસ્તારમાં રહેતા શાંતાબેન સલાટે જણાવ્યું હતું કે, અમારા કાચા મકાન હટાવીને બગીચો બનાવ્યો. જેથી અમને ત્યાંથી હટાવીને અહીં ખાડામાં નાખી દીધા છે. ત્યાં પાણી અને લાઇટની સુવિધા નથી. અમારા દસ-બાર તંબુ છે ત્યાં પાણી બિલકુલ આવતું નથી. અમે અંધારામાં રહીએ છીએ, જ્યાં સાપ અને કીડા નીકળે છે. નગરપાલિકાવાળા કહે છે કે, અમારી સત્તા નથી. તમે તમાર પૈસાથી કરો. વોટ લેવા તો આવે છે પણ, સગવડ નથી આપતા. અમારી જોડે વોટ લેવા આવે ત્યારે કહે છે કે, અમે કરી આપીશું પણ કાંઇ કરતા નથી. દીવાળી પછી કરીએ, મજૂર નથી એવા બાના કાઢે છે. અમે ચીફ ઓફિસર જોડે પણ આ અંગે રજૂઆત કરી છે. જો કે, તેમ છતાં હજુ સુધી લાઇટ કે પાણીની સુવિધા કરી આપી નથી. આ મુદ્દાઓ સ્થાનિક રહીશો માટે મોટી ચિંતાનો વિષય બન્યા છે. નવી ચૂંટાયેલી પાલિકા પાસે આ પડકારોનો સામનો કરવાની અને શહેરની મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવાની મોટી જવાબદારી રહેશે. મતદારો આશા રાખી રહ્યા છે કે, નવી ચૂંટાયેલી પાલિકા શહેરની આ સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને વિકાસ કાર્યોને વેગ આપશે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જાણો અન્ય પાલિકાએ કરેલો વિકાસ અને વીફરેલા લોકોની ધબધબાટી… ‘ભ્રષ્ટ કર્મચારીઓથી અમે ત્રાસી ગયા છીએ’:મત લઈને ગયા પછી કોઈ પાછા વળીને આવતા નથી; પાણી, ગટર અને રસ્તાની સમસ્યાથી ત્રસ્ત બાલાસિનોરના મતદારો લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી પહેલાં જનતાની વ્યથા:રખડતા ઢોર અને ધૂળ ખાતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લોકો ત્રસ્ત; ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા સમાન શું કહી રહ્યા છે ગઢડા નગરપાલિકાના લોકો?:અમારા વોર્ડમાં કોઇ કામ જ થયા નથી, દસ દિવસે પાણી આવે છે; સારા કોર્પોરેટર ચૂંટાઇને આવે ને વિકાસના અધૂરા કામો પૂર્ણ કરે કાલોલ નગરપાલિકાની વ્યવસ્થા સામે લોકોમાં રોષ:સફાઈ, પાણી અને કચરા સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ, વોર્ડ નં.3ના રહીશોમાં આક્રોશ છોટા ઉદેપુરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ:પાણી, ગટર અને વીજળીની સમસ્યાથી ત્રસ્ત નગરજનો, ચૂંટણી પહેલા લોકોમાં રોષ ‘પાણી નહિ તો વોટ નહિ’:પીવાનું ચોખ્ખું પાણી આવતું નથી, રજૂઆત કરીએ તો કોઇ સરખો જવાબ આપતું નથી; તલોદવાસીઓ રખડતા ઢોર-ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત ’27 વર્ષથી નગરપાલિકા ઊંઘતી રહે છે’:’અમે બહારથી વેચાતું પાણી લાવીને પીએ છીએ’; અનેક સમસ્યાઓથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓ ખરાબ રસ્તા ને રખડતા આખલાનો ત્રાસ:ગટર વ્યવસ્થા, પીવાનું પાણી અને ટ્રાફિકની મુખ્ય સમસ્યા; ખેડબ્રહ્મામાં પાયાની સમસ્યાઓનો જ અભાવ ટ્રાફિક, ગંદકી ને ગટરના પાણી… સમસ્યાઓનો પાર નથી:’કોઇ કોર્પોરેટર આવતા’ય નથી ને કામ કરતા’ય નથી, ઇલેક્શન આવ્યું એટલે કામે લાગ્યા’ સંતરામપુરના ત્રસ્ત લોકોનો બળાપો ‘ગંદકીને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ’:’રસ્તાના કોઈ ઠેકાણા નહિ, જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા; અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી નહિ, રાણાવાવમાં ચૂંટણી પહેલાં જનાક્રોશ ‘કોર્પોરેટરોને જીવડાં પડશે’: ‘મેયર પાસે બે-બે લાખના ફોન’, ‘રોડ એવા કે ઘરમાં પાણી ઘૂસી જાય’, જૂનાગઢમાં ચૂંટણી પહેલાં જનાક્રોશ થાનગઢમાં ભાજપનો વિકાસ હવે રોડ પર ઊભરાયો’: સિરામિક ઉદ્યોગથી જ થાન પાલિકાને વર્ષે 1000 કરોડની આવક, પણ વિકાસના નામે મીંડું અમરેલીની 4 ન.પા.નો ચૂંટણીજંગ, પાયલ ગોટી વિવાદની કેટલી અસર?: MP-MLAનું પાણી મપાશે ‘અત્યાર સુધી મોદી સાહેબને જોઈને મત આપતા હતા, હવે તો મત જ નથી દેવો; ચૂંટણી ટાણે દીકરા અને પછી બાપ થઇને ફરે…’ મહુધામાં આક્રોશ સાથે લોકોએ કહ્યું- ‘બધા રાજકારણીઓ જાડી ચામડીના છે, પ્રજાની કોઈને કંઇ જ પડી નથી’ બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં વિકાસ પણ પશ્ચિમ વિસ્તાર ગંદકી અને અસુવિધાઓથી ઘેરાયેલો, બેરોજગારી અને અસુવિધાથી લોકોમાં આક્રોશ ચલાલામાં ડીઝલના અભાવે પાલિકાનાં વાહનો બંધ, સ્થાનિકોએ કહ્યું- ‘નગરપાલિકા પાસે વીજબિલ ભરવા માટે પૈસા નથી, અમારું શું ભલુ કરે’ ચાણસ્મામાં જનતાનો તીખો મિજાજ: કહ્યું- ‘અમારે અહીં તો દારૂ અને જુગાર જ ચાલે છે બીજુ કંઇ નહીં’ તળાજામાં છેલ્લાં 25 વર્ષથી ભાજપનું શાસન, લોકોએ કહ્યું- ‘સમસ્યાઓનો કોઈ પાર જ નથી, હવે પરિવર્તન આવવું જોઈએ’ ભાજપના ગઢ ભચાઉમાં ભંગાણ પાડવા કોંગ્રેસની મથામણ, વિકાસથી વંચિત લોકોએ વ્યથા જણાવી