back to top
Homeગુજરાતસાપુતારા-વઘઈ હાઈવે પર બ્રેક ફેલ થતાં ટ્રક પલટી:કેબલ વાયરનો જથ્થો ભરેલી ટ્રક...

સાપુતારા-વઘઈ હાઈવે પર બ્રેક ફેલ થતાં ટ્રક પલટી:કેબલ વાયરનો જથ્થો ભરેલી ટ્રક માલેગામ ઘાટમાં ખાડામાં ખાબકી, ચાલક-ક્લીનરને નાની ઈજા

હૈદરાબાદથી વડોદરા તરફ જતી કેબલ વાયરના રોલનો જથ્થો ભરેલી ટ્રક (નંબર GJ.06 AZ 5759) સાપુતારા-વઘઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગામ ઘાટમાં અકસ્માતનો ભોગ બની હતી. ટ્રકની બ્રેક ફેલ થતાં તે બેકાબૂ બની માર્ગની સાઈડમાં ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકને મોટું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ટ્રક ચાલક અને ક્લીનરને નાની-મોટી ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments