સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 6 વોર્ડની કુલ 24 બેઠક માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફરી સ્થાનિક મતદારોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં અનેક પાયાની સમસ્યાઓ છે, જેમાં ગંદકી અને ગટરની સમસ્યા મુખ્ય છે. ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાઈ જવાની સમસ્યા નાગરિકોને પરેશાન કરે છે. આ ઉપરાંત, પ્રાંતિજના એપ્રોચ રોડ પર મોટા ખાડાઓની સમસ્યા પણ ગંભીર બની છે, જે નગરજનોના વાહનોને નુકસાન પહોંચાડી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમરૂપ બની રહી છે. આ ચૂંટણીમાં સ્થાનિક નાગરિકો આ મુદ્દાઓના નિરાકરણની આશા રાખી રહ્યા છે અને નવી ચૂંટાયેલી પાલિકા પાસેથી આ સમસ્યાઓના ઝડપી ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. ‘પ્રાંતિજમાં ટ્રાફિકનો પ્રશ્ન બહું છે’
વોર્ડ 1માં રહેતા ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાંતિજમાં ટ્રાફિકનો પ્રશ્ન બહું છે. પ્રજા ટ્રાફિક નિયમનની સગવડ માગી રહી છે. સવાર-સાંજ પીકઅપ અવર્સમાં હોમગાર્ડ કે ટ્રાફિક સંચાલનની વ્યવસ્થા કરવી જોઇએ. બીજુ એ કે અમારે અહીં ગટર બનાવેલી નથી, એપ્રોચ રોડ ખાડાવાળો છે, બજારચોકમાં કાયમી ટ્રાફિક રહે છે, તો ત્યાં પણ ટ્રાફિકબૂથ મુકવાની જરૂર છે. આ ઉપરાંત માર્કેન્ડેશ્વર મંદિર એવું છે કે, ત્યાં અબાલ, વૃદ્ધ સૌકોઇ આવી શકે તેવું સ્થળ છે. તો તેનો તીર્થસ્થળ તરીકે વિકાસ કરી શકાય. ‘રોડ પર તો જાણે ખાડારાજ છે’
વોર્ડ 6ના દિનેશભાઇ ભીખાભાઇ દરજીએ જણાવ્યું હતું કે, રોડ પર તો જાણે ખાડારાજ છે, કોમન પ્લોટની કોઇ સફાઇ નથી થતી, સ્ટ્રીટલાઇટોની પણ કોઇ સગવડ નથી, સોસાયટીના અંદરના રોડમાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ જાય છે. હું અહીં છેલ્લા 40 વર્ષથી અહીંયા રહું છું, પણ પાણીનો કોઇ નિકાલ નથી થતો. રજૂઆતો ઘણી કરી, લેખિત પણ કરી, મૌખિક પણ કરી. આશ્વાશન આપે છે, પણ કોઇ કામ કરતા નથી. ચોમાસામાં બહુ પાણી ભરાય છે. ગટરલાઇનો ઘણી સાંકડી છે, જેથી તેમાં માટી-કરચો ભરાઇ જાય છે. ગટરલાઇનો સાફ નથી થતી. સફાઇ પણ મનમાની રીતે થાય છે, તેમને કરવી હોય તો કરે નહિ તો નહીં. પીવાનું પાણી ધીમી ગતિએ આવે છે અને એ પણ આવે તો આવે નહિ તો ન આવે. પાણીની પાઇપો પણ બિસ્માર હાલતમાં છે. અમે બહારથી વેચાતું પાણી લાવીને પીએ છીએ. ’27 વર્ષથી નગરપાલિકા ઊંઘથી રહે છે’
વોર્ડ 2માં રહેતા અજયભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 27 વર્ષથી પાણીની સમસ્યાનો કોઇ નિકાલ થતો નથી. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જાય છે, ઘણી વખત રજૂઆતો કરી પણ તોય કોઇ નિકાલ થતો નથી. બે ઇંચ વરસાદ આવે તો પણ પાણી ઘરમાં આવી જાય છે. મેઇન રોડથી એપ્રોચ રોડ સુધીનું બધું જ પાણી અહીં આવે છે. અમે અરજીઓ કરીએ છીએ પણ કોઇ અમારું સાંભળતું નથી. અમે અમારા બચાવ માટે પ્લોટો મુકી, દિવાલ કરી પણ તોય કોઇ ફર્ક પડતો નથી. આના કારણે ઘણીવાર અકસ્માત પણ થાય છે. 27 વર્ષથી નગરપાલિકા ઊંઘથી રહે છે. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જાણો અન્ય પાલિકાએ કરેલો વિકાસ અને વીફરેલા લોકોની ધબધબાટી… ‘ભ્રષ્ટ કર્મચારીઓથી અમે ત્રાસી ગયા છીએ’:મત લઈને ગયા પછી કોઈ પાછા વળીને આવતા નથી; પાણી, ગટર અને રસ્તાની સમસ્યાથી ત્રસ્ત બાલાસિનોરના મતદારો લુણાવાડા નગરપાલિકાની ચૂંટણી પહેલાં જનતાની વ્યથા:રખડતા ઢોર અને ધૂળ ખાતાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લોકો ત્રસ્ત; ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા સમાન શું કહી રહ્યા છે ગઢડા નગરપાલિકાના લોકો?:અમારા વોર્ડમાં કોઇ કામ જ થયા નથી, દસ દિવસે પાણી આવે છે; સારા કોર્પોરેટર ચૂંટાઇને આવે ને વિકાસના અધૂરા કામો પૂર્ણ કરે કાલોલ નગરપાલિકાની વ્યવસ્થા સામે લોકોમાં રોષ:સફાઈ, પાણી અને કચરા સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ, વોર્ડ નં.3ના રહીશોમાં આક્રોશ છોટા ઉદેપુરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ:પાણી, ગટર અને વીજળીની સમસ્યાથી ત્રસ્ત નગરજનો, ચૂંટણી પહેલા લોકોમાં રોષ ‘પાણી નહિ તો વોટ નહિ’:પીવાનું ચોખ્ખું પાણી આવતું નથી, રજૂઆત કરીએ તો કોઇ સરખો જવાબ આપતું નથી; તલોદવાસીઓ રખડતા ઢોર-ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત ’27 વર્ષથી નગરપાલિકા ઊંઘતી રહે છે’:’અમે બહારથી વેચાતું પાણી લાવીને પીએ છીએ’; અનેક સમસ્યાઓથી ત્રસ્ત પ્રાંતિજવાસીઓ ખરાબ રસ્તા ને રખડતા આખલાનો ત્રાસ:ગટર વ્યવસ્થા, પીવાનું પાણી અને ટ્રાફિકની મુખ્ય સમસ્યા; ખેડબ્રહ્મામાં પાયાની સમસ્યાઓનો જ અભાવ ટ્રાફિક, ગંદકી ને ગટરના પાણી… સમસ્યાઓનો પાર નથી:’કોઇ કોર્પોરેટર આવતા’ય નથી ને કામ કરતા’ય નથી, ઇલેક્શન આવ્યું એટલે કામે લાગ્યા’ સંતરામપુરના ત્રસ્ત લોકોનો બળાપો ‘ગંદકીને કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ’:’રસ્તાના કોઈ ઠેકાણા નહિ, જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા; અનેક રજૂઆત છતાં કોઈ કામગીરી નહિ, રાણાવાવમાં ચૂંટણી પહેલાં જનાક્રોશ ‘કોર્પોરેટરોને જીવડાં પડશે’: ‘મેયર પાસે બે-બે લાખના ફોન’, ‘રોડ એવા કે ઘરમાં પાણી ઘૂસી જાય’, જૂનાગઢમાં ચૂંટણી પહેલાં જનાક્રોશ થાનગઢમાં ભાજપનો વિકાસ હવે રોડ પર ઊભરાયો’: સિરામિક ઉદ્યોગથી જ થાન પાલિકાને વર્ષે 1000 કરોડની આવક, પણ વિકાસના નામે મીંડું અમરેલીની 4 ન.પા.નો ચૂંટણીજંગ, પાયલ ગોટી વિવાદની કેટલી અસર?: MP-MLAનું પાણી મપાશે ‘અત્યાર સુધી મોદી સાહેબને જોઈને મત આપતા હતા, હવે તો મત જ નથી દેવો; ચૂંટણી ટાણે દીકરા અને પછી બાપ થઇને ફરે…’ મહુધામાં આક્રોશ સાથે લોકોએ કહ્યું- ‘બધા રાજકારણીઓ જાડી ચામડીના છે, પ્રજાની કોઈને કંઇ જ પડી નથી’ બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં વિકાસ પણ પશ્ચિમ વિસ્તાર ગંદકી અને અસુવિધાઓથી ઘેરાયેલો, બેરોજગારી અને અસુવિધાથી લોકોમાં આક્રોશ ચલાલામાં ડીઝલના અભાવે પાલિકાનાં વાહનો બંધ, સ્થાનિકોએ કહ્યું- ‘નગરપાલિકા પાસે વીજબિલ ભરવા માટે પૈસા નથી, અમારું શું ભલુ કરે’ ચાણસ્મામાં જનતાનો તીખો મિજાજ: કહ્યું- ‘અમારે અહીં તો દારૂ અને જુગાર જ ચાલે છે બીજુ કંઇ નહીં’ તળાજામાં છેલ્લાં 25 વર્ષથી ભાજપનું શાસન, લોકોએ કહ્યું- ‘સમસ્યાઓનો કોઈ પાર જ નથી, હવે પરિવર્તન આવવું જોઈએ’ ભાજપના ગઢ ભચાઉમાં ભંગાણ પાડવા કોંગ્રેસની મથામણ, વિકાસથી વંચિત લોકોએ વ્યથા જણાવી