back to top
Homeમનોરંજનવિક્રાંત મેસી અને ભૂમિ પેડનેકરે કરી 'પરીક્ષા પે ચર્ચા':એક્ટરે કહ્યું- જીવનમાં સફળ...

વિક્રાંત મેસી અને ભૂમિ પેડનેકરે કરી ‘પરીક્ષા પે ચર્ચા’:એક્ટરે કહ્યું- જીવનમાં સફળ થવા માટે ભણો, એકટ્રેસે આપી ફોક્સ વધારવાની ટિપ્સ

આજે “પરીક્ષા પે ચર્ચા 2025” ના 6ઠ્ઠા એપિસોડમાં, એક્ટર વિક્રાંત મેસી અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે “મિશન ક્રિએટિવિટી વિથ પોઝિટિવિટી” એટલે કે તમારા કાર્ય પ્રત્યે સકારાત્મક કેવી રીતે રહેવું તે અંગે ચર્ચા કરી. વિદ્યાર્થીઓ માટે વિક્રાંત મેસીની 5 ટિપ્સ આ સિવાય વિક્રાંત મેસીની 2 વાતો ફક્ત ભણવા માટે નહીં, જ્ઞાન મેળવવા માટે ભણો
વિક્રાંતે કહ્યું કે અમારા સમયમાં આવા કાર્યક્રમો થતા નહોતા. પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલી પહેલથી તમે લોકો ખૂબ નસીબદાર છો. હું એવરેજ કરતાં પણ નીચેની શ્રેણીનો વિદ્યાર્થી હતો. મને રમતગમતમાં વધુ રસ હતો અને પરીક્ષા સમયે હું પુસ્તકો અને નોટબુક ઉપાડતો. હું મારા ભત્રીજાઓ અને ભત્રીજીઓને કહું છું કે ફક્ત વાંચવા માટે નહીં, જ્ઞાન મેળવવા માટે વાંચો. પોતાની સાથે વાત કરો અને મેનિફેસ્ટેશન કરો
વિક્રાંતે કહ્યું કે તમારા દિવસના 10 મિનિટ કાઢો અને તમારી ખુશી, નિરાશાઓ અને લક્ષ્યો લખો. પોતાની સાથે વાત અને મેનિફેસ્ટેશનની એક પદ્ધતિ છે. ઉપરાંત, બાળકો પર અજાણતાં પ્રેશર ન કરો. તેમની કુશળતાને ઓળખો, માર્કસ પ્રત્યે ઘમંડી ન બનો. તમારી આંખો નીચે રાખો (વિનમ્રતા રાખો) અને તમારા વિચારો ઉપર રાખો. વિદ્યાર્થીઓ માટે ભૂમિની 5 ટિપ્સ અભ્યાસની સાથે એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિઓ પણ મહત્ત્વપૂર્ણ છે
ભૂમિ કહે છે કે હું એક સારી વિદ્યાર્થીની હતી. પણ આની સાથે, મને એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃત્તિઓ ખૂબ ગમતી. મને ઘણા સમય પહેલા ખ્યાલ આવી ગયો હતો કે હું એક્ટ્રેસ બનવા માગુ છું. પરીક્ષા દરમિયાન, હું દરરોજ એક કલાકનો વિરામ લેતી હતી. મને બેડમિન્ટન રમવાનો શોખ હતો. ફોક્સ કરવા માટે બ્રેક લેવો જરૂરી
હવે, જ્યારે હું શૂટિંગ કરું છું, ત્યારે 15 મિનિટમાં ખાય લઉંં છું અને અડધો કલાક ઊંઘ લઉં છું, જે મને 8 કલાક ફોક્સ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, મને બેડમિન્ટન રમવાનો શોખ હતો, તેથી મગજને આરામ આપવાનો આ એક રસ્તો પણ હતો.
તમારી શક્તિઓને ઓળખવી મહત્ત્વપૂર્ણ છે
જ્યારે મેં મારા પિતા ગુમાવ્યા ત્યારે હું નાની હતી. મને ખબર હતી કે મારે મારી તાકાતને ઓળખવી પડશે. હવે જ્યારે પણ કોઈ પડકાર આવે છે, ત્યારે તે મારી તાકાત બની જાય છે. એપિસોડ 5માં​ ​​​​​​સદગુરુની બાળકોને 9 ટિપ્સ
​​​​​​ગઈકાલે, ‘પરીક્ષા પે ચર્ચા 2025’ના 5મા એપિસોડમાં, પ્રેરક વક્તા સદગુરુએ વિદ્યાર્થીઓ સાથે ‘મનના ચમત્કાર’ વિશે ચર્ચા કરી. સોનાલી, રુજુતા અને રેવંતની વિદ્યાર્થીઓને 5 ટિપ્સ
14 ફેબ્રુઆરીના રોજ “પરીક્ષા પે ચર્ચા 2025” ના 4 એપિસોડમાં, શેફ સોનાલી સબરવાલ, ઈન્ફ્યુએન્સર રેવંત હિંમતસિંકા અને ન્યૂટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે બાળકો સાથે વાત કરી. ત્રણેયે બાળકોને બાળકોને સ્વસ્થ આહાર અને ગુણવત્તાયુક્ત ઊંઘ અંગે ટિપ્સ આપી. વિદ્યાર્થીઓ માટે ગૌરવ ચૌધરી-રાધિકા ગુપ્તાની 5 ટિપ્સ
શોના ત્રીજા એપિસોડમાં, ટેકનિકલ ગુરુજી તરીકે ફેમસ ગૌરવ ચૌધરી અને ઉદ્યોગસાહસિક રાધિકા ગુપ્તાએ બાળકો સાથે વાત કરી. 20 મિનિટના શોમાં, તેમણે બાળકોને અભ્યાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગે ઘણી ટિપ્સ આપી. આમાં 5 ખાસ બાબતો હતી- એપિસોડ 2માં દીપિકાએ માનસિક સ્વાસ્થ્ય ટિપ્સ આપી હતી
12 ફેબ્રુઆરીના રોજ, એક્ટ્રેસ અને મેન્ટલ હેલ્થની હિમાયતી દીપિકા પાદુકોણે બાળકો સાથે વાત કરી. દીપિકાએ જણાવ્યું કે તે બાળપણમાં ખૂબ જ તોફાની હતી અને ગણિતમાં ખૂબ જ નબળી હતી. તેમણે કહ્યું, ‘તણાવ અનુભવવો એ જીવનનો એક ભાગ છે, આપણે તેને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે મહત્ત્વનું છે.’ 10 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી
‘પરીક્ષા પે ચર્ચા 2025’ની શરૂઆત 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીના બાળકો સાથેના સંવાદ સાથે થઈ હતી. તેમના 1 કલાકના શોમાં, પીએમએ બાળકોને પરીક્ષા યોદ્ધા બનવા માટે 9 ટિપ્સ આપી. 8 એપિસોડમાં ‘પરીક્ષા પે ચર્ચા 2025′ પરીક્ષા પે ચર્ચા’ ના આઠમા એડિશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે બોર્ડ પરીક્ષાઓ વિશે વાત કરી હતી. પીએમએ વિદ્યાર્થીઓને કહ્યું કે સ્ટેડિયમમાં દર્શકો ચોગ્ગા અને છગ્ગા પર બૂમો પાડે છે પરંતુ બેટરનું ધ્યાન ફક્ત બોલ પર હોય છે. તમારે ફક્ત આ પ્રકારના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ષે આ કાર્યક્રમ એક નવા ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે. આ વખતે ઘણી સેલિબ્રિટીઓ પણ તેમાં ભાગ લઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમ 8 એપિસોડમાં વહેંચાયેલો છે જેમાં વિવિધ ક્ષેત્રોનાં 12 સેલિબ્રિટી બાળકોના પ્રશ્નોના જવાબ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments