back to top
HomeગુજરાતSMCના વોર્ડ નં.18ની પેટાચૂંટણીમાં ગરમાગરમી:મતદાનના દિવસે ભાપજના કાર્યકર્તા ખેસ પહેરીને ફરતા જોવા...

SMCના વોર્ડ નં.18ની પેટાચૂંટણીમાં ગરમાગરમી:મતદાનના દિવસે ભાપજના કાર્યકર્તા ખેસ પહેરીને ફરતા જોવા મળ્યાં, તો ક્યાંક બેનર લાગતા કોંગ્રેસ-આપનો વિરોધ

સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 8ની બેઠક ઉપર આજે (16 ફેબ્રુઆરી) મતદાન યોજાયું છે. સવારથી જ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈને મતદાન કરી રહ્યા છે. વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં કેટલીક આચારસહિતા ભંગની બાબતો ધ્યાન પર આવી છે. જેમાં ભાજપના કેટકાંક કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા જોવા મળ્યાં હતાં. આ સાથે જ ક્યાંક ભાજપના બોનર લાગતાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. આ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી થતાં પોલીસે સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આચાર સહિતા ભંગની ફરિયાદો
આજે પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષને મત મળે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, કેટલાક વિસ્તારોમાં આચારસંહિતા ભંગ થતી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. સુડા આવાસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા હોવાનું જોવા મળ્યા તો કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બેનર પણ લાગ્યા હતા. એટલું જ નહીં, પરંતુ આજે કેટલાક કાર્યકર્તાઓના હાથમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વાળી સ્લીપ પણ વેચવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું. પુણા વિસ્તારમાં વિક્રમનગર ત્રણ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીમાં જઈને બેનર ઉતારડાવ્યું હતું. તો સુડા આવાસમાં કોંગ્રેસના ઉમેદવાર પણ પહોંચી ગયા હતા. કોંગ્રેસ અને આપ અલગ-અલગ વિસ્તારોમાં ફરી વળ્યાં
મતદાનને લઈને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ આચારસંહિતા ભંગ ન થાય તેના માટેના પ્રયાસો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ આચારસંહિતા લાગું હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ જાહેરમાં પ્રચાર કરતાં દેખાયા હતાં. એટલું જ નહીં, પરંતુ બુથ ઉપર બેસીને ખેંચ પહેરેલા જોવા મળ્યા હતા. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદારોને આકર્ષવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સવારથી જ અલગ-અલગ વિસ્તારોમાં રાજકીય ચકમક જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments