બિગ બોસ 18નો સેકન્ડ રનર અપ રજત દલાલ મહાકુંભ સ્નાન કરવા પહોંચ્યા. અહીં તેણે એક ઢોંગી બાબાનો પર્દાફાશ કર્યો. તેણે એક વીડિયો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. રજત દલાલે ‘ઢોંગી બાબા’નો વીડિયો વાઈરલ કર્યો
રજત દલાલે એક વીડિયો શેર કર્યો જેમાં તે કુંભમાં ફરતા નકલી બાબાનો પર્દાફાશ કરતો જોવા મળે છે. જ્યારે રજતે બાબાને ભગવાન રામના ભાઈઓ વિશે પૂછ્યું, ત્યારે બાબાએ કોઈ જવાબ આપ્યો નહીં. રજતે તેને ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું, પણ બાબા તેનો પણ જવાબ આપી શક્યાો નહીં. રજતે પોતાના ચાહકોને આવા લોકોથી દૂર રહેવા વિનંતી પણ કરી. એક પોલીસકર્મી ત્યાં પહેલેથી જ એક વાહનમાં હાજર હતો. બીજો એક પછી આવે છે. રજત તેમને કહે છે કે તે આ બાબાજીને રામજીના ભાઈઓ વિશે પૂછી રહ્યો છે, ત્યારે બીજા પોલીસકર્મીઓ કહે છે કે તેમને કંઈ ખબર નથી. પછી રજત તેને ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું પણ તે સીધો જ જવાબ આપી દે છે કે, તેને ખબર નથી. રજત દલાલે નકલી બાબાનું આધાર કાર્ડ માગ્યું
રજત ગુસ્સે થાય છે અને કહે છે, ભાઈ, જ્યારે તને ખબર નથી તો પછી તું ભગવા કપડાં પહેરીને કેમ ફરે છે. મહેનત કર, મજૂરી કર. ભગવાને હાથ-પગ આપ્યા છે, આવું કામ કેમ કરશ. તે બાબાનું નામ પણ પૂછે છે, તે વિકાસ કહે છે પણ તેના પર વિશ્વાસ કરતો નથી અને તેનું આધાર કાર્ડ માગે છે. જેના પર તેનું જન્મ વર્ષ 2005 લખેલું છે, પછી રજત કહે છે કે તારી ઉંમર 20 વર્ષની તો નથી જ લાગતી, તારું આધાર કાર્ડ પણ નકલી લાગી રહ્યું છે. રજત દલાલ તેના ફોટાને લઈ પણ સવાલ કરે છે. ‘અહીં દરરોજ આવા કિસ્સાઓ જોવા મળે છે’
જ્યારે રજત બાબાનો પર્દાફાશ કરી રહ્યો હતો, ત્યારે ઘણા પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા. એક પોલીસવાળાએ કહ્યું- મહેનત કરી ખાવું જોઈએ. તમને જોઈને બાળકો પણ ભીખ માગવાની આદત પાડશે. જોકે, અહીં દરરોજ આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે. લોકોએ રજત દલાલની કરી પ્રશંસા
આ પછી રજત પૂછે છે કે આવા લોકોને શું સજા થવી જોઈએ? તમે આ ભગવા પહેરીને પૈસા કમાઈ રહ્યા છો, એ તો ઠીક છે, પણ શું તમે મહેનત નથી કરી શકતા? આ વીડિયો જોયા પછી લોકોએ રજતના વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, રજતે પણ વાપસી કરી છે. અન્ય યુઝરે લખ્યું, બાબા ખોટા વ્યક્તિના હાથમાં આવી ગયા. રજતે સંગમમાં ડૂબકી લગાવી મહાકુંભ દરમિયાન રજત દલાલે પણ સંગમમાં ડૂબકી લગાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું – હર હર મહાદેવ