back to top
Homeબિઝનેસમેસેચ્યુસેટ્સના ગવર્નરે નીતા અંબાણીનું સન્માન કર્યું:શિક્ષણ-આરોગ્ય સંભાળ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કાર્ય...

મેસેચ્યુસેટ્સના ગવર્નરે નીતા અંબાણીનું સન્માન કર્યું:શિક્ષણ-આરોગ્ય સંભાળ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કાર્ય માટે રાજ્યપાલ તરફથી પ્રશસ્તિપત્ર પ્રાપ્ત થયું

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીને મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હીલીએ પ્રતિષ્ઠિત ગવર્નર પ્રશસ્તિપત્રથી નવાજ્યા છે. આ પ્રશસ્તિપત્ર નીતા અંબાણીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, દયાળુ પરોપકારી અને સાચા વૈશ્વિક પરિવર્તનકર્તા તરીકે ઓળખાવે છે. શિક્ષણ, આરોગ્યસંભાળ, રમતગમત, કલા, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં પરિવર્તનશીલ કાર્ય પ્રત્યેના તેમના જીવનભરના સમર્પણને માન્યતા આપવા માટે નીતા અંબાણીને આ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું છે. અંબાણીએ ભારત અને અન્યત્ર લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. બોસ્ટનમાં આ પ્રસંગે નીતા અંબાણીએ હાથથી બનાવેલી શિકારગાહ બનારસી સાડી પહેરી હતી. તાજેતરમાં, નીતા અંબાણીને ઇન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડ્સ (IBLA)ના 20મા સંસ્કરણમાં ‘બ્રાન્ડ ઇન્ડિયામાં ઉત્કૃષ્ટ યોગદાન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. USISPFએ નીતાને પણ સન્માનિત કર્યા હતા
યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF)એ નીતા અંબાણીને 2023 ગ્લોબલ લીડરશીપ એવોર્ડ ફોર પરોપકાર અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીથી પણ સન્માનિત કર્યા. IOC સભ્ય તરીકે, નીતાએ 40 વર્ષના અંતરાલ પછી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રને ભારતમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. IOC સત્ર એ ઓલિમ્પિક ચળવળની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. રિલાયન્સ ફાઉન્ડેશન શું કામ કરે છે?
નીતા અંબાણીના નેતૃત્વમાં, રિલાયન્સ ફાઉન્ડેશન લોકોના જીવનને સુધારવા માટે કામ કરી રહ્યું છે. જેમાં ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ, શહેરી નવીકરણ, કલા, સંસ્કૃતિ અને વારસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફાઉન્ડેશને ભારતના 55,550 થી વધુ ગામડાઓ અને શહેરી સ્થળોએ 7.7 કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments