back to top
Homeગુજરાતમંડે પોઝિટિવ:અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટની હોટલમાં ઓક્યુપેન્સી 80%એ પહોંચી, 8 મોટી હોટેલ ખુલતાં...

મંડે પોઝિટિવ:અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટની હોટલમાં ઓક્યુપેન્સી 80%એ પહોંચી, 8 મોટી હોટેલ ખુલતાં 1000 રૂમ વધશે

ગુજરાત ધીરે ધીરે હોટલ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટીમાં આવેલી હોટલમાં ઓક્યુપેન્સી 80 ટકા પહોંચી છે. આ ઉપરાંત આગામી 2-3 વર્ષમાં 8 નવી હોટલ ખુલતા 1000 રૂમ પણ વધશે. સાંસ્કૃતિક-મ્યુઝિકલ કન્સર્ટ, પ્રાકૃતિક, ધાર્મિક, આર્થિક, સ્પોર્ટ્સ ઇવેન્ટ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં હયાત, આઇટીસી, તાજ, લીલા, કોર્ટયાર્ડ મેરિયોટ્સ સહિત નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની લક્ઝરીયસ હોટલ્સના પ્રવેશથી ઇન્ડસ્ટ્રીઝનો મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. આગામી બે-ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હોટલ વિસ્તરણની યોજના ઘડી રહી છે. ગિફ્ટ સિટીમાં પણ બેથી વધુ 5 સ્ટાર કેટેગરીની હોટલ્સ આવી રહી છે. આ સેગમેન્ટમાં સરેરાશ કુલ 2500 કરોડથી વધુનું રોકાણ આવવા સાથે 1000 નવા રૂમ્સ ઉમેરાશે તેવો નિર્દેશ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓએ દર્શાવ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટમાં 4-5 સ્ટાર કેટેગરીના 4500 ઉમ્સ ઉપલબ્ધ છે અને નવા 1000 જેટલા રૂમ્સ ઉમેરાઇ શકે છે. આ ઉપરાંત મુંબઇ, દિલ્હી, બેંગલુરૂ, પુના જેવા મેટ્રો શહેરોની તુલનામાં અમદાવાદ-ગાંધીનગર અને ગિફ્ટ સિટીમાં હોટલ ઓક્યુપેન્સી રેટમાં આગળ નિકળી ચૂક્યું છે. કોરોના મહામારી બાદ ઓક્યુપેન્સી રેટ સરેરાશ બમણો વધીને અત્યારે 75-80 ટકા સુધી પહોંચ્યો છે. વિદેશી મૂડીરોકાણ પ્રવાહ અને સતત વધતો વિદેશી પ્રવાસીઓનો પ્રવાહ જોતાં ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વિસ્તર્યો છે. હોટલ ઇન્ડસ્ટ્રીઝના મજબૂત ગ્રોથ માટેના 5 પિલ્લર 1 ક્રિકેટ મેચ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્ષ દરમિયાન સરેરાશ 12-15 આંતરરાષ્ટ્રીય મેચ યોજાઇ છે જેના કારણે ઇન્ડસ્ટ્રીઝને મજબૂત સપોર્ટ મળ્યો 2 મ્યૂઝિક કન્સર્ટ – ગુજરાત ગરબના કારણે પ્રખ્યાત હતુ પરંતુ હવે મ્યૂઝિકલ સ્ટ્રક્ચર તૈયાર થયું છે. નેશનલ-ઇન્ટરનેશલ મ્યૂઝિક કલાકારો કન્સર્ટ કરવા અમદાવાદ-ગિફ્ટને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. 3 ધાર્મિક-પોલિટિકલ કાર્યક્રમ – ટોચના સમાજના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મોટા પાયે થવા લાગ્યું છે આ ઉપરાંત અમદાવાદમાં પોલિટિકલ એક્ટિવી મોટા પાયે થઇ રહી છે તેનો લાભ મળી રહ્યો છે. 4 કોર્પોરેટ ઇવેન્ટ – અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ દેશનું ઇકોનોમી હબ બનવા જઇ રહ્યું છે ત્યારે આ સેગમેન્ટમાં મોટા પાયે થઇ રહેલી કોર્પોરેટ ઇવેન્ટથી મજબૂત લાભ. 5 ટૂરિજમનો મજબૂત ગ્રોથ – ગુજરાતમાં ટૂરિસ્ટ ગ્રોથ વાર્ષિક 10-15 ટકાના દરે વધી રહ્યો છે. વિદેશી ટૂરિસ્ટોનું ગુજરાત પ્રત્યેનું આકર્ષણ સેક્ટર માટે લાભદાયી રહ્યું છે. હોટલ ઇન્ડસ્ટ્રીમાં હવે અમદાવાદ પણ હબ બનશે
કોરોના મહામારી પછી ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. છેલ્લા ચારેક વર્ષમાં 3-5 સ્ટાર કેટેગરીની હોટલ્સમાં ઓક્યુપેન્સી રેટ સરેરાશ બમણો વધી 80 સુધી પહોંચ્યો છે. આ સેગમેન્ટમાં છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 2500 કરોડથી વધુ રોકાણ આવ્યું છે અને આવનાર ત્રણ વર્ષમાં રૂ.2000 કરોડથી વધુનું રોકાણ આવશે. અમદાવાદ, ગાંધીનગર બાદ હવે ગિફ્ટ સિટી પણ આ સેગમેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. – નરેન્દ્ર સોમાણી, પ્રેસિડેન્ટ, ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન અમદાવાદનો હોટલ ઉદ્યોગ એટ એ ગ્લાન્સ… કોરોના પછી અમદાવાદમાં હોટલ માર્કેટ બમણા દરે ગ્રોથ કરી રહ્યું છે. અન્ય નાની મોટી 700થી પણ વધુ હોટલ્સ ધરાવે છે અમદાવાદ, ગાંધીનગર… 2013-14માં 1500 ક્લાસિફાઇડ હોટલ રૂમ્સ હતાં તે સંખ્યા 2024ના અંત સુધીમાં ચાર ગણી એટલેકે 4500 આસપાસ થઇ ગઇ છે. આગામી થોડા વર્ષોમાં વધુ 1000 બ્રાન્ડેડ હોટલ રૂમ્સ ઉમેરાય તેવી શક્યતા છે. તે જોતાં અમદાવાદનું હોટલ માર્કેટ ભારતમાં મુખ્ય માર્કેટ્સમાં સ્થાન મેળવવા સજ્જ છે. કોર્પોરેટ ઇવેન્ટ્સ, મ્યુઝિકલ નાઇટ્સ, ક્રિકેટ ફિવર, ટૂરિઝમ, મેરેજ ફંક્શન ઉપરાંત તહેવારોમાં સહેલાણીઓની સંખ્યા જોતાં ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો ઊંચો છે. અમદાવાદમાં હાલ ટોચની હોટલ્સમાં રૂ. 7500થી માંડીને રૂ. 75000ના પ્રેસિડેન્સિયલ સ્વીટ્સનો સમાવેશ થઇ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments