back to top
Homeમનોરંજનરાજ બબ્બરના લગ્નમાં ન આવવા પર પ્રિયા બેનર્જીએ​​​​​​​ કરી વાત:કહ્યું- પરિવારનો દરેક...

રાજ બબ્બરના લગ્નમાં ન આવવા પર પ્રિયા બેનર્જીએ​​​​​​​ કરી વાત:કહ્યું- પરિવારનો દરેક વ્યક્તિ લગ્નમાં હાજર હતો, મને ખબર નથી આવી અફવાઓ કોણ ફેલાવે છે

એક્ટર પ્રતીક બબ્બરે 14 ફેબ્રુઆરીએ ગર્લફ્રેન્ડ પ્રિયા બેનર્જી સાથે બીજા લગ્ન કર્યા. એવી અફવા ફેલાઈ હતી કે પ્રતીકે તેના પિતા અને એક્ટર રાજ બબ્બરને આ લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું. હવે એક્ટરની પત્ની પ્રિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે આ ખોટી વાતો છે, લગ્નમાં બધા મહત્વપૂર્ણ લોકો હાજર હતા. રાજ બબ્બરના લગ્નમાં ન આવવા પર પ્રિયા બેનર્જીએ કરી વાત
લગ્ન પછી પહેલી વાર પ્રિયા બેનર્જીએ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરી. અફવાઓનું ખંડન કરતા તેણે કહ્યું, લગ્નમાં પરિવારના બધા સભ્યો હાજર હતા. એવું કોઈ વ્યક્તિ નહોતું જે પરિવારનો હિસ્સો હોય અને લગ્નમાં હાજર ન હોય. મને ખબર નથી કે લગ્નમાં પરિવારના સભ્યો હાજર ન હતા તેવી અફવાઓ કેમ ફેલાય. અમારા પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં હાજર હતા, જેમાં મારા માતા-પિતા, તેની માસી, તેના નાના-નાની અને તે દરેક વ્યક્તિ જે અમારા માટે મહત્વપૂર્ણ અને અમારા પરિવારનો ભાગ છે. પ્રિયા અને પ્રતીક પાંચ વર્ષથી સાથે રહે છે
આ કપલ હંમેશા પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરે છે. જોકે, બંનેએ અચાનક લગ્ન કરી લીધા. પ્રિયાને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તેના જીવનમાં કોઈ ફેરફાર થયા છે? જેના જવાબમાં તેણે કહ્યું- સાચું કહું તો, પ્રતીક સાથે લગ્ન કરવા અને પરણિત થવું એ કોઈ અલગ લાગણી નહોતી. અમે બંને ઘણા સમયથી સાથે રહીએ છીએ. અમે લગભગ પાંચ વર્ષથી એક જ ઘરમાં રહીએ છીએ. મને એવું લાગ્યું કે હું તેને હંમેશાથી ઓળખું છું. સાવકા ભાઈએ કહ્યું- પિતાને આમંત્રણ નહોતું
પ્રતીકના સાવકા ભાઈ અને સ્ટેન્ડ-અપ કોમેડિયન આર્ય બબ્બરે કહ્યું હતું કે બબ્બર પરિવારને આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મને લાગે છે કે કોઈ તેના મગજને વધારે કંટ્રોલ કરી રહ્યું. તે પરિવારના કોઈ પણ સભ્ય સાથે સંબંધ રાખવા માગતો નથી. તેણે કોઈને ફોન કર્યો નહીં. આર્યએ આ વાતો E ટાઇમ્સ સાથેની મુલાકાતમાં કહી હતી. આર્યએ કહ્યું હતું- મને આ વાતનું દુઃખ છે. મને લાગ્યું કે અમારો સંબંધ મજબૂત હતો. તેણે પપ્પાને લગ્નમાં આમંત્રણ પણ આપ્યું ન હતું. પપ્પાને આમંત્રણ આપવું જોઈતું હતું. જીવન કોઈ ફિલ્મથી વધારે નથી. ઘરમાં કોઈ તેને ઉશ્કેરી રહ્યું છે. કોણ છે પ્રિયા બેનર્જી? પ્રિયા બેનર્જી એક સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે. તેણે સાઉથ સિનેમામાં પોતાની કારકિર્દી ‘કિસ’ ફિલ્મથી શરૂ કરી હતી. આ ઉપરાંત, તે ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘જઝબા’માં જોવા મળી હતી. તેણે ‘બેકાબૂ’, ‘રાણા નાયડુ’ અને ‘હેલો મિની’ જેવી સિરીઝમાં પણ કામ કર્યું છે. પહેલા લગ્ન સાન્યા સાગર સાથે થયા હતા
પ્રતીક બબ્બરે ઘણા વર્ષો સુધી ડેટ કર્યા બાદ 2019 માં ફિલ્મ પ્રોડ્યુસર સાન્યા સાગર સાથે લગ્ન કર્યા. પરંતુ માત્ર એક વર્ષ પછી, 2020 માં, બંને મતભેદોને કારણે અલગ થઈ ગયા. પછી, જાન્યુઆરી 2023 માં કપલે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. આ પછી, નવેમ્બર 2023 માં, પ્રતીકે પ્રિયા બેનર્જી સાથે સગાઈ કરી. તે સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળશે થોડા સમય પહેલા પ્રતીક બબ્બર ફિલ્મ ‘ખ્વાબોં કા ઝમેલા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું ડિરેક્શન દાનિશ અસલમે કર્યું છે. આ ઉપરાંત પ્રતીક સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’માં પણ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments