ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. રવિવારે દુબઈમાં ICC એકેડેમીમાં ટીમે સખત મહેનત કરી. ટુર્નામેન્ટમાં ટીમની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાશે. BCCIએ ટીમના પ્રેક્ટિસના વીડિયો અને ફોટોઝ શેર કર્યા છે. PTIના અહેવાલ મુજબ, પ્રેક્ટિસ દરમિયાન વિકેટકીપર-બેટર રિષભ પંતને હાર્દિક પંડ્યાનો બોલ વાગ્યો હતો. હાર્દિકનો બોલ પંતના ઘૂંટણને વાગ્યો
પ્રેક્ટિસ સેશન દરમિયાન પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી. હાર્દિકનો એક શોટ પંતના ડાબા ઘૂંટણમાં વાગ્યો. તે પીડાથી કણસતો હતો, પરંતુ ફિઝિયો કમલેશ જૈને તરત જ તેની સારવાર કરી. આ પછી, હાર્દિક તેની હાલત જાણવા માટે નેટની બહાર આવ્યો. પંત શરૂઆતમાં પીડામાં હતો અને લંગડાતો જોવા મળ્યો. જોકે, ઈજા ગંભીર ન હતી અને ફિઝિયોએ સારવાર આપ્યા બાદ, પંતે તરત જ પોતાના પેડ્સ પહેર્યા અને બેટિંગ કરવા માટે નેટમાં આવ્યો. ભારતનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમનો બીજી મેચ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને ત્રીજી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે હશે. ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે ગ્રૂપ-A માં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બે સેમિફાઈનલ 4 અને 5 માર્ચના રોજ રમાશે. ફાઈનલ 9 માર્ચે રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ. રિઝર્વ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે. ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત આ સમાચાર પણ વાંચો… 6 પેરામીટર્સમાં સૌથી મજબૂત ટીમ કઈ એ સમજો: ભારત-ઓસ્ટ્રેલિયા પાસે 2-2 ટાઇટલ; ટીમ ઈન્ડિયા જીતની ટકાવારી, રન અને વિકેટ્સમાં ક્યાં છે એ જાણો ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વની ટોચની 8 ODI ટીમ આમાં ભાગ લેશે, પરંતુ તેમાંથી સૌથી મજબૂત ટીમ કઈ છે? આ સવાલનો જવાબ આપણે ચેમ્પિયન્સ ટ્રોફી સિરીઝ પાર્ટ-1માં જાણીશું. અમે સૌથી મજબૂત ટીમને ઓળખવા માટે 6 પેરામીટર્સ નક્કી કર્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…