આજે ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભચાઉની તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાપન નગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે. લાકડીયા તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત થઈ છે. ઉમેદવાર હરિભા ગઢવીએ 755 વોટથી જીત મેળવી છે. રાપર નગરપાલિકાનું રિઝલ્ટ ઉજવણીની તસવીરો… ભચાઉ નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ભાજપે 17 બેઠકો બિનહરીફ જીતી હતી. જ્યારે બાકીની બેઠકો માટે વોર્ડ નંબર 1, 2, 3 અને 6માં મતદાન યોજાયું હતું, જેમાં ભાજપે તમામ બેઠકો કબજે કરી લીધી છે. મતગણતરી દરમિયાન 50 જેટલા કર્મચારીઓ ફરજ ઉપર છે. રાપર નગરપાલિકાની મતગણતરી શરૂ છે. રાપર નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી એક બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે, જ્યારે બાકીની 27 બેઠકો માટે 27 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં 65થી વધુ કર્મચારીઓ રોકાયેલા છે. બંને સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે. મતગણતરી સ્થળે હાજર રહેનારા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભચાઉ નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર રાપર નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર