સાબરકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતની ગત 16 ફેબ્રુઆરીએ ચૂંટણી થઇ હતી, જેનું આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા નગરપાલિકા મતગણતરી તલોદ નગરપાલિકા મતગણતરી સાબરકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને ચાર તાલુકા પંચાયતની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા મામલતદાર કચેરી ખાતે યોજાનારી મતગણતરીમાં કુલ 193 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. ચૂંટણી વિભાગના જણાવ્યા અનુસાર, ત્રણેય સ્થળે કુલ 6 હોલમાં 20 ટેબલ પર 101 કર્મચારી મતગણતરીની કામગીરી કરી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 315 પોલીસકર્મી અને 40 વર્ગ-4ના કર્મચારી તૈનાત છે. ગત વર્ષ 2018ની સરખામણીમાં આ વખતે ત્રણેય નગરપાલિકામાં મતદાન ઓછું નોંધાયું છે. ખેડબ્રહ્મામાં 71.11%થી ઘટીને 67.80% (3.31% ઘટાડો), પ્રાંતિજમાં 74.04%થી ઘટીને 69.70% (4.34% ઘટાડો) અને તલોદમાં 77.93%થી ઘટીને 73% (4.93% ઘટાડો) મતદાન થયું છે. તાલુકા પંચાયતની બેઠકો પર પ્રાંતિજમાં ઘડી બેઠક પર 58.60%, વિજયનગરમાં બાલેટા બેઠક પર 43.02% અને ચિઠોડા બેઠક પર 41.53% તેમજ પોશીનામાં વીંછી બેઠક પર 67.12% મતદાન નોંધાયું છે. સમગ્ર ચૂંટણીમાં સરેરાશ 52.57% મતદાન થયું છે. સાબરકાંઠાની ત્રણેય બેઠકના વોર્ડ નંબર એકમાં ભગવો લહેરાયો. ખેડબ્રહ્મા નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર તલોદ નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર પ્રાંતિજ નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર