back to top
Homeગુજરાતવલસાડની ત્રણ પાલિકાનું રિઝલ્ટ:વલસાડ નગરપાલિકામાં વોર્ડ. નં 2, 3, 4,5 અને 6માં...

વલસાડની ત્રણ પાલિકાનું રિઝલ્ટ:વલસાડ નગરપાલિકામાં વોર્ડ. નં 2, 3, 4,5 અને 6માં ભગવો લહેરાયો, લોકોમાં જીતની ખુશી

વલસાડની ત્રણ નગરપાલિકાની ગત 16 ફેબ્રુઆરીએ ચૂંટણી થઇ હતી, જેનું આજે મતગણતરી શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા તેમજ ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા- સરીગામ તેમજ કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. રવિવારે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લાની 3 પાલિકામાં 57.52 ટકા અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર 54.49 ટકા મતદાન થયું હતું. વલસાડ પાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ થતાં આજે 37 બેઠક પર 100 મતદાન મથક પર મતદાન થયું હતું. નોંધાયેલા 90,034 મતદારમાંથી 48,059 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 55.21 ટકા પુરૂષ મતદાર અને 51.53 ટકા મહિલા મતદારે મતદાન કર્યું હતું. આમ, વલસાડ પાલિકામાં સવારે 7થી 6 સુધી 53.38 ટકા મતદાન નોંધાયું હતું. પારડી પાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી એક બેઠક અગાઉ બિનહરીફ થતા આજે 27 બેઠક માટે 32 મતદાન મથકો પર મતદાન થયું હતું. નોંધાયેલા કુલ 24,149 મતદારમાંથી 15,576 મતદારે મતાધિકારનો ઉપયોગ કરતાં સાંજે 6 વાગ્યા સુધીમાં 64.50 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 66.56 ટકા પુરુષ અને 62.48 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.ધરમપુર પાલિકામાં કુલ 6 વોર્ડની તમામ 24 બેઠક પર મતદાન થયું હતું. નોંધાયેલા કુલ 20,654 મતદારમાંથી 13,922 મતદારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કર્યું હતું. જેમાં 70.17 ટકા પુરુષ અને 64.72 ટકા મહિલાએ મતદાન કરતા કુલ ટકાવારી 67.41 ટકા થઈ હતી. ધરમપુર નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર પારડી નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર વલસાડ નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments