મહિસાગર જિલ્લામાં 16 ફેબ્રુઆરીએ યોજાયેલી ત્રણ નગરપાલિકા અને એક તાલુકા પંચાયત બેઠકની મતગણતરી આજે 18 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવી છે. સંતરામપુર નગરપાલિકાનું રિઝલ્ટ લુણાવાડા નગરપાલિકાનું રિઝલ્ટ બાલાસિનોર નગરપાલિકાનું રિઝલ્ટ લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરમાં મતગણતરી ચાલુ છે. સંતરામપુર નગરપાલિકાની મતગણતરી આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં, લુણાવાડા નગરપાલિકાની પી.એન. પંડ્યા કોલેજમાં, બાલાસિનોરની કે.એન. હાઇસ્કુલમાં અને કનોડ તાલુકા પંચાયત બેઠકની મતગણતરી મામલતદાર કચેરી ખાનપુર ખાતે યોજાઈ રહી છે. લુણાવાડા નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 33,376 નોંધાયેલા મતદારોમાંથી 20,003 મતદારોએ 70 ઉમેદવારો માટે મતદાન કર્યું હતું, જે 59.93 ટકા મતદાન દર્શાવે છે. સંતરામપુર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે 17,782 મતદારોમાંથી 12,387 મતદારોએ 66 ઉમેદવારો માટે મતદાન કરતાં 69.66 ટકા મતદાન નોંધાયું હતું. બાલાસિનોર નગરપાલિકામાં નોંધપાત્ર બાબત એ રહી કે 7 વોર્ડમાંથી વોર્ડ 3 અને 4માં ભાજપના ઉમેદવારો તથા વોર્ડ 6માં કોંગ્રેસના એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. અહીં 19 બેઠકો માટે 25,919 મતદારોમાંથી 16,802 મતદારોએ મતદાન કરતાં 64.83 ટકા મતદાન થયું હતું. ખાનપુર તાલુકાની કનોડ બેઠક પર 63.50 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો માટે ઉમેદવારોના ભાવિ EVM મશીનોમાં સીલ થયેલા છે, જેની આજે ગણતરી શરૂ થઈ છે. બાલાસિનોર નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર સંતરામપુર નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર લુણાવાડા નગરપાલિકાના મતદાર અને ઉમેદવાર