back to top
Homeગુજરાતબ્રેકઅપ બાદ મળવા બોલાવીને આપ્યો કરુણ અંજામ:માંગરોળમાં સુરેશે તેજસ્વીને ગળા, પેટ ને...

બ્રેકઅપ બાદ મળવા બોલાવીને આપ્યો કરુણ અંજામ:માંગરોળમાં સુરેશે તેજસ્વીને ગળા, પેટ ને હાથના ભાગે ચપ્પુના 3 ઘા માર્યા, પીઠ પરનો ચોથો ઘા ફેફસાં-કિડની સુધી પહોંચ્યો

સુરતના માંગરોળમાં મંગળવારે (18 ફેબ્રુઆરી) સવારના સમયે પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે યુવક સારવાર હેઠળ છે. 10 દિવસ પહેલા પ્રેમીયુગલનું બ્રેકઅપ થયું હતું. જે બાદ પ્રેમી સુરેશે પ્રેમિકા તેજસ્વીને મળવા બોલાવી આડેધડ ચપ્પુના ચાર ઘા માર્યા હતાં. જેમાં તેજસ્વીને ગળા, પેટ અને હાથના ભાગે 3 ઘા માર્યા હતાં અને ચોથો ઘા પીઠ પર મારતા તેનો ઝાટકો ફેફસાં અને કિડની સુધી પહોંચ્યો હતો. આ કરુણ ઘટનાને અંજામ આપીને સુરેશે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. આ ભયંકર બનાવને નજરે નિહાળનાર ગામના એક યુવકે પોલીસને સનસનીખેજ માહિતી આપી હતી. જેના જણાવ્યાં મુજબ, પ્રેમી યુવકે જ પ્રેમિકા સાથે બોલાચાલી કર્યા બાદ પોતાની પાસે રહેલા ચપ્પુથી હુમલો કરતા પ્રેમિકા ઢળી પડી હતી. આ દૃશ્યો જોઈને નાસી છૂટેલા યુવકે ગ્રામજનોને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પ્રત્યક્ષદર્શીનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ યુવતીને મળવા મિત્રને ઘરે રોકાયો હતો
સુરેશ બારડોલી નજીક ગંગાધરા વિસ્તારમાં રહે છે. 2 દિવસ પહેલાં તેજસ્વીને મળવા માટે સુરેશ વાંકલમાં પોતાના મિત્રના ઘરે રોકાયો હતો. રાત્રે જમ્યા પછી તે પોતાના મિત્રના ઘરે જ સૂઈ ગયો હતો. મિત્ર ઘરે પહોંચે તે પહેલા જ સુરેશ સૂઈ ગયો હતો. સવારે મિત્ર ઊઠે તે પહેલા જ તે ઘરેથી નીકળી ગયો હતો. પ્રેમસંબંધ અને બ્રેકઅપ બન્યા હત્યાનું કારણ?
મૃતક યુવતી એન.ડી. દેસાઈ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને આરોપી સુરજ પણ તેજ સંસ્થામાં ધોરણ 11 અને 12માં ભણ્યો હતો. તેઓ પ્રથમ મિત્રતા પછી પ્રેમમાં પડ્યા, પરંતુ 10 દિવસ પહેલા જ બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. 18 ફેબ્રુઆરીની સવારે 9 વાગ્યે યુવતી જ્યારે કોલેજ જવા નીકળી, ત્યારે સુરજે તેને પહેલાથી મળવા બોલાવી હતી. સવારથી તેણે ત્રણ વખત યુવતીને ફોન કર્યો હતો અને મળવા જોર આપ્યું હતું. તેજસ્વીની કોલેજમાં મંગળવારે એન્યુઅલ ફંકશન હતું
તેજસ્વીની કોલેજમાં મંગળવારે એન્યુઅલ ફંક્શન હતું, તે માટે જતાં પહેલા તે સુરેશને મળવા પહોંચી હતી. બંને એક્ટિવા પર બેસીને બોરીયા રોડ તરફ ગયા, જ્યાં કોઈક બાબતે તેમની વચ્ચે અણબનાવ થયો હતો. આક્રોશિત થઈ સુરેશે ચપ્પુ કાઢી તેજસ્વીના ગળા પર એકાએક ઘા ઝીંકી દીધા હતાં. યુવતી તાત્કાલિક જમીન પર ઢળી પડી અને રક્તસ્રાવના કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ સુરેશે પણ પોતાની જ છરીથી ગળા પર ઘા ઝીંકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આંખે જોનાર યુવકે પોલીસને નિવેદન આપ્યું
પોલીસને મળેલી માહિતી મુજબ, વાંકલ ગામનો એક યુવાન પાણીની બોટલ લેવા સવારે જઈ રહ્યો હતો, તે સમયે તેમણે પોતાની આંખે આ ઘટનાને જોઇ હતી. યુવકે જોયું કે, સુરજ તેની પ્રેમિકાને રસ્તા પર મળીને બોલાચાલી કરી રહ્યો છે અને પછી એકાએક ચપ્પુ કાઢી તાબડતોબ હુમલો કરી દીધો હતો. આ શોકિંગ દૃશ્યો જોઈ યુવાન ગભરાઈ ગયો અને કોઈની મદદ લેવાને બદલે તરત ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે સીધા ગામમાં જઈ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. ફોરેન્સિક PM રિપોર્ટમાં કેટલાય ઘા અને ગંભીર ઇજાઓનો ખુલાસો
સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગે આજે યુવતીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યું. જેમાં ખુલાસો થયો કે, તેજસ્વીના ગળા પર 7 સે.મી. લાંબો અને 4 સે.મી. ઊંડો ઘા ઝીંકાયો હતો, જેનાથી તેની શ્વાસ નળી અને સ્વર પેટી કપાઈ ગઈ હતી. પેટ અને પીઠ પર 2 ઘા, જમણા હાથ પર 1 ઘા છે. પીઠ પરના ઘાનો ઝાટકો ફેફસાં અને કિડની સુધી ઊંડો પહોંચ્યો હતો. શરીરના અલગ-અલગ ભાગોમાં મલ્ટીપલ ઈજાઓ હતી, જેના કારણે ભારે રક્તસ્રાવ થયો અને તેજ તાત્કાલિક મૃત્યુનું કારણ બન્યું. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સેમ્પલો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) મોકલવામાં આવ્યા છે. તેજસ્વીને તેના પિતાએ સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી
યુવતી તેજસ્વીનું મોત નિપજ્યું છે. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ પણ જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ નહોતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. સુરેશના માતા-પિતાએ કહ્યું-શું થયું તે અમને ખબર નથી
સુરેશના માતાએ જણાવ્યું હતું કે, “શું ઘટના બની છે, તે અંગે મને કંઈ ખબર નથી. અત્યાર સુધી મેં તેનું મોં પણ જોયું નથી. મારો છોકરો મજૂરી કામ કરે છે.” સુરેશના પિતાએ જણાવ્યું હતું કે, “મારો છોકરો ઘરે હતો. ઘરેથી બાઈક લઈને નીકળ્યો પછી શું થયું એ અંગે અમને જાણ નથી. આ ઘટના કેવી રીતે બની, તે મને ખબર નથી. હું મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવું છું.” પોલીસ તપાસ: હત્યા માટે પૂર્વયોજિત કાવતરું
માંગરોળ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, સુરેશે યુવતીને પૂર્વનિયોજિત ષડયંત્ર હેઠળ મરવાની યોજના બનાવી હતી. હત્યા માટે ચપ્પુ અને બ્લેડ તે પહેલાં જ લાવ્યો હતો, જે ઘટના સ્થળેથી જપ્ત કરવામાં આવ્યા છે. તેજસ્વીના પિતાની ફરિયાદના આધારે સુરેશ વિરુદ્ધ IPC 302 (હત્યા) હેઠળ ગુનો દાખલ થયો છે. હવે સુરેશની હાલત સ્થિર થયા બાદ પોલીસે તેને કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments