બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું નવું ભક્તિ ગીત ‘મહાકાલ ચલો’ મહાશિવરાત્રિ પહેલા રિલીઝ થઈ ગયું છે. જોકે, આ ગીત રિલીઝ થયું ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. ઉજ્જૈન મહાકાલ મંદિરના પુજારી ફેડરેશનના પ્રમુખે અક્ષય કુમારના ગીત સામે વાંધો ઉઠાવ્યો છે. મહાકાલ મંદિરના પૂજારીએ ગીતની પ્રશંસા કરી પણ કેટલાક સીન પર નારાજગી પણ વ્યક્ત કરી. ‘મહાકાલ ચલો’ ગીત પર મહાકાલેશ્વરના પૂજારી ગુસ્સે થયા
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ ‘મહાકાલ ચલો’ ગીતના કેટલાક સીન સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને તેને ધાર્મિક નગરી ઉજ્જૈનની પરંપરા માટે અયોગ્ય ગણાવ્યું છે અને ફિલ્મ જગતના લોકોને ચેતવણી પણ આપી છે કે આ રીતે હિન્દુ અને સનાતન ધર્મનું અપમાન ન કરવું જોઈએ. ગીતમાં દેખાડવામાં આવેલ બે સીન સામે વાંધો
આ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર શિવલિંગને પકડીને બેઠો જોવા મળે છે. ગીતમાં જ્યારે શિવલિંગ પર અભિષેક કરવામાં આવે ત્યારે અક્ષય કુમારે શિવલિંગ પકડેલી હોય છે અને ગીતના બીજા સીનમાં બાબા મહાકાલની જેમ, શિવલિંગને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. આવા સીનથી ઉજ્જૈનની પરંપરાને નુકસાન પહોંચે છે
પંડિત મહેશ શર્મા અનુસાર, ગીતમાં આવા સીનથી ઉજ્જૈનની પરંપરાને નુકસાન થાય છે. આના કારણે ભક્તોના મનમાં કઈ લાગણીઓ વિકૃત થાય છે અને સનાતન ધર્મ પર પણ આંગળીઓ ઉંચી થાય છે. આવા ગીતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અગાઉ પણ આવી જ ભૂલ થયેલી છે, જેની સામે અમે અવાજ ઉઠાવ્યો હતો. તે કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. સનાતન ધર્મ સાથે વારંવાર ચેડાં
પંડિત મહેશ શર્માએ કહ્યુ કે ફિલ્મ જગતના લોકો વારંવાર આ રીતે હિન્દુ સનાતની ધર્મ સાથે રમત ન કરે અને ધાર્મિક નેતાઓ અને આચાર્યો ચૂપ ન રહે. તેમણે સનાતન ધર્મની પ્રણાલીઓ વિરુદ્ધ જોરદાર અવાજ ઉઠાવવો જોઈએ અને તેનો વિરોધ પણ કરવો જોઈએ, તો જ દેશમાં સનાતન ટકી શકશે. પંડિત મહેશ શર્માએ કહ્યું કે ફક્ત ભગવો પહેરીને તમારા અંગત કામ કરાવવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. હું એવા લોકોની નિંદા કરું છું જેઓ ફક્ત પોતાના અંગત સ્વાર્થ પૂરા કરવા માટે સનાતન ધર્મ વિશે વાત કરે છે. હું આ વીડિઓમાં બતાવેલા સીનની પણ નિંદા કરું છું.