મહાકુંભમાં સ્નાન કરતી અને કપડાં બદલતી મહિલાઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ પર શેર કરવામાં આવ્યા હતા. આમાનાં થોડાં ફોટા અને વીડિયોને વેચવા માટે ટીઝર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવ્યા. બે ટેલિગ્રામ ચેનલો જે પ્રાઇવેટ ગ્રુપ્સ સુધી ઍક્સેસ ઓફર કરી રહ્યા છે જેમાં ગુપ્ત રીતે રેકોર્ડ કરેલાં વાંધાજનક વીડિયો છે. આ વીડિયો “Ganga river open bathing group”, “Hidden bath videos group”, “Open bath videos group” નામના જૂથોમાં શેર કરવામાં આવી રહ્યા છે. આગળ ફેક્ટ ચેકમાં જાણો કુંભક્લિક્સની ડરામણી કહાની… કુંભક્લિક્સની ડરામણી કહાની
ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નદી કિનારે મહિલાઓના સ્નાન અને કપડાં બદલતા વીડિયોથી છલકાઈ ગયા છે. આમાંના ઘણાં વીડિયો એવા પણ છે જેમાં મહિલાઓ સ્નાન કરી રહી હોય છે અને આ વીડિયો જો આખા જોવા હોય તો લોકોને ટેલીગ્રામ તરફ લઈ જવામાં આવે છે. થોડાં ફેસબૂક પેજ જે અશ્લીલ સામગ્રીને પ્રોત્સાહન આપી રહ્યા છે, તે “Mahakumbh Ganga Snan Prayagraj” જેવા કેપ્શન સાથે સતત નાહતી મહિલાઓના વીડિયો શેર કરી રહ્યા છે. થોડાં #mahakumbh2025, #gangasnan અને #prayagrajkumbh જેવા હેશટેગનો પણ ઉપયોગ પણ પોસ્ટમાં કરી રહ્યા છે. એવામાં એક વીડિયોમાં મહિલાને નાહતી બતાવવામાં આવી છે. વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે, આ વાતથી અજાણ મહિલા નાહવાનું શરૂ રાખે છે. વીડિયો બનાવી રહેલી વ્યક્તિ જાણી જોઈને ઝૂમ કરીને તેનું રેકોર્ડિંગ કરે છે. આવા અકાઉન્ટ્સ પર પોસ્ટ કરવામાં આવેલાં અશ્લીલ દૃશ્યોનું આ માત્ર એક ઉદાહરણ છે. અમે મહાકુંભને લગતા ટ્રેંડિંગ કીવર્ડ્સ સાથે શેર કરેલાં થોડાં ફોટો-વીડિયો અંગે તપાસ કરી. અમારી તપાસમાં સામે આવ્યું કે આ ફોટો-વીડિયોઝ પ્રયાગરાજના નથી પરંતુ જૂના છે જેને મહાકુંભના નામે જણાવીને શેર કરવામાં આવી રહ્યા છે. થોડાં લોકોએ તો સ્નાન કરતી અને નદી કિનારે કપડાં બદલતી મહિલાઓનાં વાંધાજનક વીડિયો અને ફોટોની ડેટા બેંક પણ બનાવી લીધી છે. મોનોટાઇઝ્ડ કરવામાં આવ્યા પ્રાઇવેટ ક્ષણ
અમને આવી બે ટેલીગ્રામ ચેનલ મળી આવી જે પ્રાઇવેટ ગ્રુપ્સ સુધી એક્સેસ ઓફર કરી રહી હતી. જેમાં ગુપ્ત રીતે મહિલાઓના સ્નાન કરતા અને કપડા બદલતી હોય તેવા વીડિયોઝ છે. આ વીડિયો “Ganga river open bathing group”, “Hidden bath videos group” અને “Open bath videos group” જેવા નામથી ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યા છે. છેલ્લાં 7 દિવસમાં આવા વીડિયોઝ માટે સર્ચ વધ્યું ટેલિગ્રામ સર્ચ એન્જિન અને એનાલિટિક્સ પ્લેટફોર્મ ટેલીમેટ્રિયોના જણાવ્યા પ્રમાણે ભારતમાં 12 થી 18 ફેબ્રુઆરીની વચ્ચે “open bathing” ના સર્ચમાં વધારો થયો છે. આવી ચેનલ સુધી એક્સેસ મેળવવા માટે 1999 થી લઈને 3000 રૂપિયા સુધી રૂપિયા વસૂલવામાં આવતા હતા. જ્યારે અમે આ ગ્રુપ્સનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા, ત્યારે થોડી ટેલીગ્રામ ચેનલ્સ ડિલીટ કરી દેવામાં આવી હતી.