back to top
Homeભારતશિંદેએ કહ્યું- અમારી વચ્ચે કોઈ કોલ્ડ વોર નથી:સાથે મળીને કામ કરી રહ્યા...

શિંદેએ કહ્યું- અમારી વચ્ચે કોઈ કોલ્ડ વોર નથી:સાથે મળીને કામ કરી રહ્યા છીએ, ફડણવીસ સાથેના મતભેદના અહેવાલોને ફગાવ્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે કોઈપણ મતભેદના અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે મહાયુતિ ગઠબંધન (ભાજપ-એનસીપી-શિવસેના) માં બધું બરાબર છે અને તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું કોલ્ડ વોર ચાલી રહ્યું નથી. શિંદેએ મુખ્યમંત્રી રાહત ભંડોળ જેવો મેડિકલ સેલ બનાવ્યો ત્યારે તેમની વચ્ચે અણબનાવના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. શિંદેના આ પગલા અંગે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા. શિંદેએ મંગળવારે જણાવ્યું હતું કે આ નવો સેલ કોઈ કોમ્પીટીશન વ્યવસ્થા તરીકે નહીં પરંતુ દર્દીઓને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રીના વોર રૂમ સાથે સહયોગમાં કામ કરશે. ફડણવીસે પણ વિવાદને ફગાવી દીધો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મતભેદોના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, “આવા સેલ બનાવવામાં કંઈ ખોટું નથી કારણ કે તેનો હેતુ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો છે. જ્યારે હું નાયબ મુખ્યમંત્રી હતો, ત્યારે મેં પણ આવા જ સેલની રચના કરી હતી.” રાજ્યમાં બેવડી સરકાર હોવાનો વિપક્ષનો આરોપ શિંદેની આ સ્પષ્ટતા વિરોધ પક્ષોના આરોપો બાદ આવી છે, જેમાં શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે રાજ્યમાં “સમાંનાંતર સરકાર ચલાવવામાં આવી રહી છે”. રાઉતે કહ્યું કે, જો સરકાર આ રીતે ચાલુ રહેશે તો મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા વધશે. શિંદેના નજીકના સાથીઓએ કહ્યું- તેમણે અગાઉ પણ આવું જ કર્યું હતું નવા મેડિકલ સહાય સેલના વડા અને શિંદેના નજીકના સહાયક મંગેશ ચિવટેએ આ મુદ્દા પર કહ્યું કે આ કોઈ નવી પહેલ નથી. તેમણે કહ્યું, “જ્યારે શિંદે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ હું મુખ્યમંત્રી રાહત ભંડોળ દ્વારા આ જ કામ કરતો હતો અને ઘણા જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરતો હતો. હવે આ નવો સેલ ભંડોળનું વિતરણ કરશે નહીં પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરશે.” શિંદે જૂથના 20 ધારાસભ્યોની Y-કેટેગરીની સુરક્ષામાં ઘટાડો હાલમાં, મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે જૂથના 20 ધારાસભ્યોની Y કેટેગરીની સુરક્ષા હટાવવામાં આવી છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ધારાસભ્યોની સુરક્ષા માટે ફક્ત એક જ કોન્સ્ટેબલ તહેનાત કરવામાં આવ્યો છે. તેમજ, ભાજપ અને એનસીપી (અજીત જૂથ) ના કેટલાક ધારાસભ્યોની સુરક્ષામાં ઘટાડો કરવાના સમાચાર છે. જો કે સરકારે આ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી કે ધારાસભ્યોએ કંઈ કહ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શિંદે આ નિર્ણયથી નારાજ છે. સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદીએ સાધ્યું નિશાન સુરક્ષા હટાવવાના આ નિર્ણય પર વિપક્ષી પાર્ટીઓએ પણ ટીકા કરી છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું, “મહાયુતિ વેલેન્ટાઇન મહિનો ઉજવી રહી છે… નહીં.” જ્યારે સંજય રાઉતે તેને મહાયુતિ સરકારમાં તિરાડની નિશાની ગણાવી. ફડણવીસ અને શિંદે વચ્ચે અણબનાવના સમાચાર ક્યાંથી આવ્યા… 3 કારણો મહારાષ્ટ્રના રાજકારણ સાથે સંબંધિત આ સમાચાર પણ વાંચો… શરદે શિંદેનું સન્માન કર્યું, ઉદ્ધવ જૂથ નારાજ; રાઉતે કહ્યું- પવારે કાર્યક્રમમાં જવું જોઈતું નહોતું NCP (શરદ જૂથ)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે દિલ્હીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સન્માન કર્યું. આ અંગે મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. બુધવારે, મહા વિકાસ આઘાડી (MVA) ના સાથી પક્ષ શિવસેના (UBT) એ નારાજગી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments