back to top
Homeભારતનેપાળી સ્ટુડન્ટ સુસાઇડ કેસ, કોલેજ સ્ટાફે માફી માગી:પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે...

નેપાળી સ્ટુડન્ટ સુસાઇડ કેસ, કોલેજ સ્ટાફે માફી માગી:પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું; 2 સ્ટાફ બરતરફ, 2 ગાર્ડની ધરપકડ

ઓડિશાના કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT) કેમ્પસમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરવા બદલ સ્ટાફ અને યુનિવર્સિટીએ માફી માંગી છે. યુનિવર્સિટીની એક નેપાળી વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ આ પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શનને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં યુનિવર્સિટીના પ્રોફેસર મંજુષા પાંડે કહે છે કે અમે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મફતમાં ભોજન અને શિક્ષણ આપી રહ્યા છીએ. તે જ સમયે, એક મહિલા કર્મચારી જયંતિ નાથે બૂમ પાડીને કહ્યું- આ તમારા દેશના બજેટ જેટલું છે. 16 ફેબ્રુઆરીએ KIITમાં બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ) ના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની પ્રકૃતિ લમસલે આત્મહત્યા કર્યા બાદ કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. આરોપ હતો કે તેના સાથી વિદ્યાર્થીએ તેની સાથે ગેરવર્તન કર્યું હતું. જોકે, જયંતિ નાથે એમ પણ કહ્યું કે આ એ વાતનો જવાબ હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને KIIT ગરીબ છે. KIITએ માફી માંગી, બે સ્ટાફને હટાવ્યા
KIITએ જાહેરમાં માફી માંગતો પત્ર પણ જારી કર્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટીના બે અધિકારીઓને તેમના બેજવાબદાર નિવેદનો બદલ હટાવવામાં આવ્યા છે. જોકે યુનિવર્સિટીએ તેમના નામ લખ્યા નથી. KIIT હંમેશા વિશ્વભરના વિદ્યાર્થીઓનું ઘર રહ્યું છે, જે સમાવેશ, આદર અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. તાજેતરની ઘટના પર અમે અમારા ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમે બધા વિદ્યાર્થીઓની સલામતી, ગૌરવ અને સુખાકારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની પણ ખાતરી કરીએ છીએ. આમાં નેપાળી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. પત્રમાં, નેપાળી વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી વર્ગોમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. દરમિયાન, પોલીસે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કરનારા બે સુરક્ષા ગાર્ડ, રમાકાંત નાયક (45) અને યોગેન્દ્ર બેહેરા (25) ની ધરપકડ કરી લીધી છે. નેપાળી વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 6ની ધરપકડ
ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT) ના હોસ્ટેલમાંથી એક નેપાળી વિદ્યાર્થીના મૃતદેહ મળવાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીના બેચમેટ ભારતીય વિદ્યાર્થી પછી મંગળવારે KIITના ત્રણ ડિરેક્ટર અને બે સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની તપાસ કરવા માટે ઓડિશા સરકારે મંગળવારે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર-કમ-સચિવનો સમાવેશ કરતી હાઇલેવલ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે. હકીકતમાં, 16 ફેબ્રુઆરીની સાંજે,બી.ટેક ત્રીજા વર્ષની વિદ્યાર્થીની પ્રકૃતિ લામસાલનો મૃતદેહ કોલેજ હોસ્ટેલમાંથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તેણે આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થિનીના મૃત્યુ અંગે કોલેજના અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે પ્રકૃતિના બેચનો એક ભારતીય વિદ્યાર્થી તેને હેરાન કરી રહ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે તે વિદ્યાર્થી છોકરીનો બોયફ્રેન્ડ હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ફરિયાદો પછી પણ યુનિવર્સિટીએ આરોપી સામે કાર્યવાહી કરી નથી. વિદ્યાર્થીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે યુનિવર્સિટીએ આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો., આ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ઓડિશાની કોલેજમાં નેપાળની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો:સાથી વિદ્યાર્થી પર આત્મહત્યા કરવા માટે ઉકસાવી હોવાનો આરોપ, AUDIO વાઇરલ થયા બાદ આરોપી અરેસ્ટ ઓડિશાના ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT) ના હોસ્ટેલમાંથી એક નેપાળી વિદ્યાર્થીના મૃતદેહ મળવાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીના બેચમેટ પછી, મંગળવારે KIITના ત્રણ ડિરેક્ટર અને બે સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments