રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારનાં દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. ત્રણેય આરોપીને લઈ અમદાવાદ સાયબર ક્રાઇમ ગુજરાત પહોંચશે. એક ટેલિગ્રામ ચેનલ પ્રયાગરાજથી ચાલતી હતી. પ્રયાગરાજમાં હાલ કુંભનો મેળો ચાલી રહ્યો છે. એમાં કોઇ મહિલાના વીડિયો મેળવી લીધા હોય તો તેમના ફોન મેળવ્યા બાદ જાણ થશે, પરંતુ તેના મોબાઈલથી ડિલિટ થયેલો ડેટા ભેગો કરવામાં આવશે. ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હતી
મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ દ્વારા મહત્ત્વની મદદ મળી છે. 3 મહિનાના સીસીટીવી IP ચેક કરવામાં આવ્યા છે. આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ઓપરેટ થતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફુલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો. રાજકોટની હોસ્પિટલના CCTV જાન્યુઆરીમાં મેળવ્યા હતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની અલગ અલગ જગ્યાએ હોસ્પિટલમાં સીસીટીવી હેક થયાની શક્યતા છે. હજી સુધી કોઇ હોસ્પિટલ સ્ટાફની મદદગારી સામે આવી નથી. એક વર્ષથી આ પ્રકારની ચેનલ ચાલતી હતી. બે આરોપી 12 પાસ હતા. કુલ ત્રણ આરોપી છે, જેમાંથી બેને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને લાવવામાં આવી રહ્યા છે. આવ્યા બાદ ડિટેઇલ મળશે. રાજકોટની હોસ્પિટલના CCTV મેળવવા ડિસેમ્બરથી પ્રયાસ કરતા હતા. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સીસીટીવી મેળવ્યા હતા. ઝડપાયેલા આરોપી IPના આધારે આરોપીઓએ CCTV હેક કર્યા
તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી આ યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા એ તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હતાં. બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા કરી દીધા હતાં. હોસ્પિટલમાં મહિલાઓની સારવાર ચાલી રહી હોય એ સમયના વીડિયો યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ થયા હોવાનું અમદાવાદ સાયબર ક્રાઈમના ધ્યાન પર આવતાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં આ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોમનો હવાનો ઘટસ્ફોટ થયો છે. ટેલિગ્રામનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક ગાયનેક હોસ્પિટલમાં મહિલાની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. આ ગ્રુપમાં કોઈને જોડાવું હોય તો એ અંગે પણ જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની ટ્રીટમેન્ટનો વીડિયો વાઇરલ થાય એ મહિલાની પ્રાઈવેસીનો ભંગ છે. એ બદલ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા મહિલાની પ્રાઇવેસીના ભંગ બદલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો…. રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઇરલ