back to top
Homeદુનિયાઅમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના:ટક્સનના મરાના રિજનલ એરપોર્ટ પર બે નાના વિમાન ટકરાઈ...

અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના:ટક્સનના મરાના રિજનલ એરપોર્ટ પર બે નાના વિમાન ટકરાઈ ગયા, 1નું મોત

અમેરિકામાં બે નાના વિમાન પરસ્પર ટકરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બુધવારે ટક્સનના મરાના રિજનલ એરપોર્ટ પર થયો હતો. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. હાલમાં આ દુર્ઘટનામાં સામેલ વિમાનોની ઓળખ અને દુર્ઘટનાના કારણોનો ખુલાસો થયો નથી. આ ઘટનાની તપાસ માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમો પણ પહોંચી ગઈ છે. અમેરિકામાં તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનાઓ 1 ફેબ્રુઆરી: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વિમાન દુર્ઘટના, 6 લોકોનાં મોત. 1 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં હતાં. વિમાનમાં સવાર બધા લોકો મેક્સિકોના હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, લિયરજેટ 55 નામનું આ વિમાને નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય) ઉડાન ભરી હતી. માત્ર 30 સેકન્ડ પછી એ 6.4 કિલોમીટર (4 માઇલ) દૂર ક્રેશ થયું. એરલાઇન કંપની જેટ રેસ્ક્યૂના પ્રવક્તા શાઈ ગોલ્ડે જણાવ્યું હતું કે ફિલાડેલ્ફિયામાં સારવાર બાદ બાળકને ઘરે લઈ જવામાં આવી રહ્યું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 29 જાન્યુઆરી: અમેરિકામાં વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટના, બધા 67 લોકોનાં મોત અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 29 જાન્યુઆરીએ એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે થયેલી ટક્કરમાં તમામ 67 લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત બાદ બંને પોટોમેક નદીમાં પડી ગયા. વિમાનમાં 4 ક્રૂ-મેમ્બર અને હેલિકોપ્ટરમાં 3 લોકો સહિત 64 લોકો સવાર હતા. અકસ્માત બાદ, અમેરિકન એરલાઇન્સનું વિમાન પોટોમેક નદીમાં ત્રણ ટુકડામાં મળી આવ્યું હતું. વિમાન અને હેલિકોપ્ટર બંનેના ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR અથવા બ્લેક બોક્સ) મળ્યા હતા. આ ઘટના રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક બની હતી. આ અકસ્માત યુએસ એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને આર્મી બ્લેક હોક (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. અમેરિકન એરલાઇન્સનું જેટ કેન્સાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. બરફના વાવાઝોડામાં ટોરન્ટોમાં ડેલ્ટા એરલાઇન્સનું વિમાન ઊંધું થયું:18 ઘાયલ કેનેડાના ટોરોન્ટોમાં પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ડેલ્ટા એર લાઇન્સનું વિમાન ક્રેશ થયું. આમાં 18 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. વિમાનમાં 80 લોકો સવાર હતા. વિમાનમાં 76 મુસાફર અને 4 ક્રૂ-સભ્યો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન અમેરિકાના મિનિયાપોલિસથી ટોરોન્ટો આવી રહ્યું હતું. ફ્લૅપ એક્ટ્યુએટર ફેલ્યોર (FAF)ના કારણે વિમાન અચાનક પલટી ગયું. એનો અર્થ એ કે લેન્ડિંગ દરમિયાન વિમાનની વિંગ્સ પરના ફ્લૅપ્સ યોગ્ય રીતે કામ કરતા ન હતા. અકસ્માત પછીની 5 તસવીર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments