અમેરિકાએ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ગ્રુપના ઘણા ટોચના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે ભારતની મદદ માગી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ એજન્સી SEC એ ભારતના કાયદા મંત્રાલય પાસેથી મદદ માગી છે. આ કેસ 26.5 કરોડ ડોલરની કથિત શેર હેરાફેરી અને લાંચ સાથે સંબંધિત છે. અમેરિકાનું SEC અદાણી ગ્રુપની તપાસ કરી રહ્યું છે. SEC એ ન્યૂયોર્કની એક કોર્ટને જણાવ્યું હતું કે ગૌતમ અને સાગર અદાણીને કોર્ટ નોટિસ ફટકારવાની કોશિશ શરૂ છે. હાલ બંને ભારતમાં છે. જોકે, બિઝનેસમેન ગૌતમ અદાણી સહિત 8 લોકો ઉપર આરોપ છે કે તેમણે ભારતમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને છેતરપિંડી દ્વારા પ્રાપ્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ મેળવવા માટે તેમણે 2 કરોડ રૂપિયા લાંચ આપવાનો પ્લાન બનાવ્યો હતો. આ મામલે 24 ઓક્ટોબર 2024ના રોજ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં કેસ નોંધાયો હતો. અમેરિકી ઇન્વેસ્ટર્સને ખોટું બોલીને રૂપિયા એંઠવાનો આરોપ
છેતરપિંડીનો આ મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને એક અન્ય ફર્મ સાથે જોડાયેલો હતો. આરોપ હતો કે અદાણી અને અન્ય લોકોએ અમેરિકી ઇન્વેસ્ટર્સ અને બેંકોને ખોટું બોલીને રૂપિયા એકઠા કર્યા. પછી પ્રોજેક્ટ પ્રાપ્ત કરવા માટે સરકારી અધિકારીઓને 250 મિલિયન ડોલર એટલે લગભગ 2,029 કરોડ રૂપિયા લાંચ આપવાની યોજના બનાવી. કોઈપણ જગ્યાએ લાંચની વાત કરવામાં આવી નથી
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે આ યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નું ઉલ્લંઘન છે. ખાસ વાત એ છે કે અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ્સમાં લાંચ ઓફર કરવી અને પ્લાનિંગ હોવાની વાત કરવામાં આવી. લાંચ આપવામાં આવી છે, એવું કહેવામાં આવ્યું નથી. 20 નવેમ્બર 2024ના રોજ કોર્ટમાં આ મામલે સુનવણી થઈ અને આ મામલો બધાની સામે આવ્યો. અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. 21 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં, ગ્રુપે કહ્યું હતું કે, ‘અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ડિરેક્ટરો સામે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.’ અમે તેમને રદિયો આપીએ છીએ. અદાણીની કુલ સંપત્તિમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો આ સમાચાર સામે આવ્યા પછી અદાણીની નેટવર્થમાં 1.02 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. આ દરમિયાન કેન્યાએ અદાણી ગ્રુપ સાથેનો પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ સોદો રદ કર્યો. બંને સોદા 21,422 કરોડ રૂપિયાના હતા.