અભિષેક બેનર્જી હાલમાં પ્રયાગરાજમાં પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. તસવીરોમાં, એક્ટર લાખો લોકોની ભીડ વચ્ચે શૂટિંગ કરતો જોવા મળે છે. અભિષેક બેનર્જી મહાકુંભમાં શૂટિંગ કરતો જોવા મળ્યો હતો
મહાકુંભ દરમિયાન અભિષેક બેનર્જી એક નવા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. તેની આસપાસ સુરક્ષા પણ જોવા મળી. હાલમાં આ ફિલ્મ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. ફિલ્મનું નામ અને સ્ટોરી પણ સ્ક્રેટ રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક હશે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અભિષેકની કો-એક્ટ્રેસ શહાના ગોસ્વામી પણ તેની સાથે જોવા મળી હતી. બંને ફિલ્મની ટીમ સાથે શૂટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. રાજકુમાર રાવના ડેબ્યૂ પ્રોડક્શનમાં પણ એક કેમિયો કરશે
ઉપરાંત, અભિષેક બેનર્જી ટૂંક સમયમાં રાજકુમાર રાવના ડેબ્યૂ પ્રોડક્શનમાં એક કેમિયો કરશે. એક્ટર એક ઈવેન્ટમાં ખુલાસો કર્યો હતો કે તે રાજકુમાર રાવના ડેબ્યૂ પ્રોડક્શનમાં કેમિયો કરવા માટે સંમત થયો હતો. અભિષેકે કહ્યું હતું કે તેની અને રાજકુમાર વચ્ચે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન પર સારી મિત્રતા છે. આ મિત્રતાને કારણે જ તેણે રાજકુમારના ડેબ્યૂ પ્રોડક્શન ‘ટોસ્ટર’માં કેમિયો કરવા માટે હા પાડી. ‘ટોસ્ટર’ ફિલ્મ પત્રલેખા અને રાજકુમાર રાવની પ્રોડક્શન ડેબ્યૂ ફિલ્મ છે. ‘ટોસ્ટર’ એક કોમેડી ફિલ્મ છે. નેટફ્લિક્સ દ્વારા એક કાર્યક્રમમાં ‘ટોસ્ટર’ ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મોમાં જોવા મળ્યો છે અભિષેક
અભિષેક બેનર્જી એક એક્ટર હોવા ઉપરાંત, કાસ્ટિંગ ડિરેક્ટર પણ છે. અભિષેક ફિલ્મ ‘સ્ત્રી’માં જાનાનું પાત્ર ભજવીને ચર્ચામાં આવ્યો હતો. આ એક્ટર ‘સ્ત્રી’, ‘સ્ત્રી 2’, ‘ભેડિયા’ અને ‘પાતાલ લોક’ ઉપરાંત ‘ડ્રીમ ગર્લ’, ‘ડ્રીમ ગર્લ 2’, ‘રશ્મિ રોકેટ’ અને ‘વેદા’માં જોવા મળ્યો હતો. 2006માં કારકિર્દી શરૂ કરી
અભિષેકે 2006માં આવેલી ફિલ્મ ‘રંગ દે બસંતી’માં એક નાનો રોલ ભજવ્યો હતો. તેમણે આ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તે 2010માં ‘સોલ ઓફ સેન્ડ’માં જોવા મળ્યો હતો. તેણે ‘ધ ડર્ટી પિક્ચર’, ‘રોક ઓન 2’, ‘ઓકે જાનુ’, ‘ધ સ્કાય ઇઝ પિંક’ અને ‘કલંક’ જેવી ફિલ્મોમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.