ચાઇનિઝ એનિમેટેડ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ને ઝા-2’ એ બોક્સ ઓફિસ કલેક્શનમાં ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે બધી ડિઝની ફિલ્મોને પાછળ છોડી દીધી છે. બુધવારે નવા આંકડા જાહેર થયા, જે મુજબ ફિલ્મે માત્ર 22 દિવસમાં વિશ્વભરમાં ₹14,728 કરોડની કમાણી કરી છે. ચીની એનિમેટેડ ફિલ્મ ‘ઝા-2’ એ રેકોર્ડ તોડ્યા ચીની એનિમેટેડ ફિલ્મ ‘ને ઝા-2’ કોવિડ મહામારી પછી ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે વિશ્વભરમાં આઠમી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ પણ મેળવ્યો છે. આ ફિલ્મ ચીનની પૌરાણિક કથાઓ પર આધારિત છે ફિલ્મની સફળતાનું સૌથી મોટું કારણ એ પણ માનવામાં આવે છે કે આ ફિલ્મ ચીની પૌરાણિક કથાઓ પર આધારિત છે. ફિલ્મ ‘ને ઝા’નો પહેલો ભાગ વર્ષ 2019 માં રિલીઝ થયો હતો. જેણે વિશ્વભરમાં US$700 મિલિયનથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ 29 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે ફિલ્મ ‘ને ઝા-2’ 29 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સ્પ્રિંગ ફેસ્ટિવલનો પણ ઘણો ફાયદો થઈ રહ્યો છે. રજાઓના કારણે, થિયેટરોમાં ખૂબ ભીડ હોય છે. વિદેશી ફિલ્મો ઘણીવાર વિદેશી બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરતી નથી. પરંતુ ‘ને ઝા-2’ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો ચીની એનિમેટેડ ફિલ્મ ‘ને ઝા-2’ આ રીતે કમાણી કરતી રહેશે, તો તે સાબિત થશે કે હોલિવૂડ સિવાયની એનિમેટેડ ફિલ્મ પણ વિશ્વ સ્તરે સ્પર્ધા કરી શકે છે. ફિલ્મના પાત્રો નોંધનીય છે કે, ફિલ્મમાં મુખ્ય પાત્ર એક બળવાખોર છે જે એક રહસ્યમય કમળમાંથી જન્મે છે. આ ફિલ્મમાં લુ યાન્ટિંગ યંગ ‘ને ઝા’ ની ભૂમિકા ભજવે છે. જ્યારે, જોસેફ કાઓએ એડલ્ટ ‘ને ઝા’ ને અવાજ આપ્યો છે. હાન મો ‘આઓ બિંગ’ તરીકે પરત ફર્યો છે.