back to top
Homeસ્પોર્ટ્સરણજી ટ્રોફી સેમિફાઈનલ: ગુજરાત-કેરળ વચ્ચેની મેચ રોમાંચક થઈ:બન્ને ટીમની નજર પહેલી ઇનિંગ્સની...

રણજી ટ્રોફી સેમિફાઈનલ: ગુજરાત-કેરળ વચ્ચેની મેચ રોમાંચક થઈ:બન્ને ટીમની નજર પહેલી ઇનિંગ્સની લીડ પર; મુંબઈને પાંચમા દિવસે 323 રનની જરૂર

રણજી ટ્રોફી સેમિફાઈનલના ચોથા દિવસે વિદર્ભે મુંબઈ સામે મજબૂત પકડ બનાવી લીધી છે. ટીમે 406 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં, મુંબઈએ બીજા દાવમાં 83 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને છેલ્લા દિવસે 323 રનની જરૂર છે. બીજી સેમિફાઈનલ કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહી છે. કેરળે પહેલી ઇનિંગમાં 457 રન બનાવ્યા હતા. ગુજરાતે 7 વિકેટ ગુમાવ્યા બાદ 429 રન બનાવ્યા. ટીમ 28 રન પાછળ છે. સેમિફાઈનલ-1: મુંબઈ Vs વિદર્ભ
નાગપુરના VCA સ્ટેડિયમમાં વિદર્ભે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ ઇનિંગમાં વિદર્ભે 383 અને મુંબઈએ 270 રન બનાવ્યા હતા. બીજા દાવમાં, વિદર્ભે 292 રન બનાવ્યા અને પ્રથમ દાવની લીડના આધારે, તેઓએ 406 રનનો ટાર્ગેટ આપ્યો. વિદર્ભ તરફથી યશ રાઠોડે 151 અને અક્ષય વાડકરે 52 રન બનાવ્યા. મુંબઈ તરફથી શમ્સ મુલાનીએ 6 અને તનુષ કોટિયાને 3 વિકેટ લીધી. શાર્દૂલ ઠાકુરે પણ 1 વિકેટ લીધી. રહાણે 12 રન બનાવીને આઉટ થયો
મુંબઈએ બીજા દાવમાં 83 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આયુષ મ્હાત્રે 18 રન બનાવીને આઉટ થયા હતા, સિદ્ધેશ લાડ 2 રન બનાવીને અને કેપ્ટન અજિંક્ય રહાણે 12 રન બનાવીને આઉટ થયા હતા. શિવમ દુબે 12 રને અને આકાશ આનંદ 27 રન બનાવીને અણનમ છે. વિદર્ભ તરફથી હર્ષ દુબેએ 2 અને પાર્થ રેખાડેએ 1 વિકેટ લીધી. સેમિફાઈનલ-૨: ગુજરાત Vs કેરળ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેરળ ટીમે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 187 ઓવર સુધી બેટિંગ કરી અને 457 રન બનાવ્યા. મોહમ્મદ અઝહરુદ્દીને 177 રન બનાવ્યા. સલમાન નિજારે 52 અને કેપ્ટન સચિન બેબીએ 69 રન બનાવ્યા. ગુજરાત તરફથી અર્જન નાગવાસવાલાએ 3 અને ચિંતન ગજાએ 2 વિકેટ લીધી. રમતના અંતે ગુજરાતે 7 વિકેટ ગુમાવીને 429 રન બનાવ્યા હતા. ટીમ તરફથી પ્રિયાંક પંચાલે 148 અને આર્ય દેસાઈએ 73 રન બનાવ્યા. મિડલ ઓર્ડરમાં 3 બેટર્સે 30 થી વધુ રન બનાવ્યા. અંતે, જયમીત પટેલ 74 રન બનાવીને અને સિદ્ધાર્થ દેસાઈ 24 રન બનાવીને અણનમ છે. ટીમે 7 વિકેટ ગુમાવ્યા બાદ 429 રન બનાવ્યા છે. જો મેચ ડ્રો થાય તો પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે ટીમ ફાઈનલમાં પહોંચશે
કેરળ તરફથી જલજ સક્સેનાએ 4 વિકેટ લીધી છે. એમડી નિધેશ, એન બેસિલ અને આદિત્ય સરવતે 1-1 વિકેટ લીધી. ગુજરાત હાલમાં પ્રથમ ઇનિંગમાં 28 રન પાછળ છે. જો મેચ ડ્રો થાય છે, તો પ્રથમ ઇનિંગમાં લીડ લેનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે. તેથી, બંને ટીમની નજર પહેલી ઇનિંગ્સની લીડ પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments