21 ફેબ્રુઆરીને શુક્રવારે માતૃભાષા દિવસ છે. ત્યારે હકીકત એ છે કે ગુજરાતમાં માતૃભાષા પ્રત્યે લોકોમાં ઉદાસીનતા જોવા મળી છે. જ્યારે અંગ્રેજી માધ્યમનો દબદબો વધી રહ્યો છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ ઇ.સ.2014ના વર્ષમાં ધો.10માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી 9,75,892 હતા તે ઇ.સ.2024ના વર્ષમાં ઘટીને 5,90,264 થઇ ગયા છે. જ્યારે ઇ.સ.2014ના વર્ષમાં ધો.10માં અંગ્રેજી માધ્યમમાં કુલ વિદ્યાર્થી 48,351 હતા તે 2024ના વર્ષમાં વધીને 94,020 થઇ ગયા છે. આમ, ગુજરાત બોર્ડમાં તો માતૃભાષામાં શિક્ષણની તુલનામાં અંગ્રેજી માધ્યમનો દબદબો વધી રહ્યો છે તે હકીકત છે. 5 વર્ષમાં ગુજરાતી માધ્યમમાં 1.12 લાખ વિદ્યાર્થી ઘટ્યા, જોકે પરિણામ 23% વધ્યું છે.ઈંગ્લીશ મીડિયમના ક્રેઝને લીધે ધોરણ 10માં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતી માધ્યમમાં 1.12 લાખ વિદ્યાર્થી ઘટી ગયા.