back to top
Homeદુનિયાઇઝરાયલમાં 3 બસમાં બોમ્બ વિસ્ફોટ:આતંકવાદી હુમલાની આશંકા, પાર્કિંગમાં ખાલી ઉભી હતી બસ;...

ઇઝરાયલમાં 3 બસમાં બોમ્બ વિસ્ફોટ:આતંકવાદી હુમલાની આશંકા, પાર્કિંગમાં ખાલી ઉભી હતી બસ; આખા દેશમાં ટ્રેન અને બસ બંધ કરાઈ

ગુરુવારે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં બસમાં એક પછી એક વિસ્ફોટ થયા. આ બસો બાટ યામ અને હોલોન વિસ્તારોના પાર્કિંગમાં ખાલી ઉભી હતી. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે. બે અન્ય બસોમાં પણ બોમ્બ મળી આવ્યા છે. ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે કુલ પાંચ બોમ્બ એકસરખા હતા અને ટાઈમરથી સેટ કરેલાં હતા. બોમ્બ સ્ક્વોડ દ્વારા નિષ્ક્રિય કરાયેલા બોમ્બને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલે અહેવાલ આપ્યો છે કે બોમ્બ શુક્રવારે સવારે બ્લાસ્ટ થવાના હતા. પરંતુ તેમના ટાઈમર ખોટી રીતે સેટ કરવામાં આવ્યા હતા, જેના કારણે રાત્રે વિસ્ફોટ થયો. વિસ્ફોટ પછી, નેતન્યાહૂએ ઇઝરાયલ સંરક્ષણ દળોને પશ્ચિમ કાંઠે આતંકવાદી ઠેકાણાઓ સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં બસ અને ટ્રેન સેવાઓ બંધ કરી દીધી છે. બોમ્બ વિસ્ફોટ પછી બસોના 2 ફોટા… બસ કંપનીનું નિવેદન- ડ્રાઈવર બસમાંથી ઉતરતાની સાથે જ વિસ્ફોટ થયો ડેન બસ કંપનીના ડિરેક્ટર ઓફીર કરણીએ મીડિયાને જણાવ્યું કે, વિસ્ફોટ થયેલી બસોમાંથી એક બસમાં સવાર એક મુસાફરે પાછળની સીટ પર એક શંકાસ્પદ બેગ જોઈ હતી. તેણે ડ્રાઇવરને આ વાતની જાણ કરી હતી. તેઓ ડેપો પહોંચ્યા, બસમાંથી ઉતર્યા અને તેઓ બહાર નીકળતાની સાથે જ બસમાં વિસ્ફોટ થયો. તેલ અવીવ પોલીસ વડા સરગારોવે પશ્ચિમ કાંઠાથી આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે. સરગારોફે કહ્યું કે વિસ્ફોટક ઉપકરણ પર કંઈક લખેલું હતું. જોકે, આ અંગે વધુ માહિતી આપવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પર બદલો લેવાની ધમકી લખેલી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments