આજે એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ, સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 75,220ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને 22,740ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી 23 શેરોમાં ઘટાડો અને 7 શેરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટીના 50 શેરમાંથી 42 શેરમાં ઘટાડો અને 8 શેરમાં તેજી જોવા મળી રહી છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો સેક્ટર સૌથી વધુ 1.09% ઘટ્યું છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર ગઈકાલે બજાર ઘટાડા સાથે બંધ થયું ગઈકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 75,735 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 19 પોઈન્ટ ઘટીને 22,913 પર બંધ થયો. તેમજ, BSE સ્મોલકેપ 599 પોઈન્ટના વધારા સાથે 46,054 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરમાં ઘટાડો અને 15 શેરમાં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરમાં ઘટાડો અને 28 શેરમાં વધારો જોવા મળ્યો હતો. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેંકિંગ, IT, ફાર્મા અને FMCG ક્ષેત્રો ઘટાડા સાથે બંધ થયા હતા.