વિશ્વની સ્ટ્રોન્ગ ઇકોનોમીમાં ભારત અત્યારે પાંચમા નંબરે છે. મોદી સરકારનો ટાર્ગેટ છે કે ભારતને 2028માં 5 ટ્રિલિયન ઇકોનોમીએ અને 2030 સુધીમાં 7 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચાડવું. જો આવું થાય તો વર્લ્ડ ઇકોનોમીમાં ભારત ત્રીજા નંબરે આવી જાય. આવું તો જ શક્ય બને જો ભારતનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત ભારતની કુલ GDPમાં વધુ ફાળો આપતું થાય. અત્યારે ભારતની GDPમાં ગુજરાતનો ફાળો 8.3% છે. આમાં 1.7% વધારીને 2030 સુધીમાં 10% કરવાનો ટાર્ગેટ ગુરુવારે રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આપ્યો. આનો સીધો અર્થ એ છે કે 2030 સુધીમાં જો ગુજરાતનું ગ્રોથ એન્જિન રાજધાનીની જેમ દોડશે તો જ ભારત પણ બુલેટ ટ્રેનની જેમ દોડશે. વિશ્વની ઇકોનોમીમાં ભારતનું સ્થાન દેશની GDPમાં કોનો કેટલો ફાળો નમસ્કાર, ગુરુવારે ગુજરાતનું શહેરીજનોને રાજી કરતું બજેટ રજૂ થયું. બજેટમાં પાંચ મહત્ત્વની જાહેરાત થઈ, પાંચ વિભૂતિને આ વર્ષ સમર્પિત કરવામાં આવ્યું અને જનાધારના પાંચ સ્તંભ પર આ બજેટ મૂકવામાં આવ્યું. બજેટના પંચામૃતને આ રીતે સમજીએ… ગુજરાતના બજેટમાં વિકાસના પાંચ સ્તંભ સમજાવાયા છે. આ પાંચ સ્તંભના આધારે ગુજરાતનું ભવિષ્ય ઊભું રહેશે, કારણ કે વિકાસના આ સ્તંભનો આધાર જ જનાધાર છે. આમાં લોકોને સ્પર્શતા મુદ્દા છે. નીચેના ગ્રાફિક્સ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સમજો… અને છેલ્લે, બજેટ પહેલાંના પ્રશ્નોત્તરીકાળમાં એક ઘટના એવી બની કે હાસ્યનું મોજું ફરી વળ્યું. થયું એવું કે મંત્રી ઋષિકેશ પટેલ સેવાસેતુ યોજનાનો લાંબો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિધાનસભા અધ્યક્ષે ટકોર કરી કે જવાબ ટૂંકાવો, નહીંતર રામસેતુ કરતાં સેવાસેતુ લાંબો થઈ જશે. મંત્રીઓ એ સમજે છે કે ક્યાંથી છટકવું, પણ એ નથી સમજતા કે ક્યાં અટકવું. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )