નવસારી જિલ્લાની એલસીબી પોલીસે NH-48 હાઈવે પર એંધલ ગામ પાસેથી દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને ઝડપી પાડી છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરી હતી. ટ્રકમાંથી 85 પેટીમાં કુલ 3,192 નંગ ભારતીય બનાવટની વિસ્કી અને બિયરની બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 5,72,340 આંકવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 15,82,340નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર જેતરામ કન્નાજી મેઘવાલ અને મોહનલાલ ગણેશલાલ ગમેતીની ધરપકડ કરી છે. આ કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર પપ્પુ માંગીલાલ મેઘવાલ અને સુરતના કડોદરા વિસ્તારના એક અજાણ્યા વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણ અંગે ગણદેવી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.