અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પ્રયાગરાજના યુટ્યૂબરના મોબાઈલમાંથી કુંભમાં નાહતી મહિલાઓના વીડિયો અપલોડ થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના CCTV પણ હેક થયાની શક્યતો છે. વીડિયો વેચવાના નામે મોટી રકમ વસૂલતા હતા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારનાં વીડિયો વેચતા હતાં. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે. આ સમાચાર વધુ અપડેટ કરી રહ્યાં છીએ…