મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા થઈ ગયા છે. ઘણા દિવસોથી તેમના છૂટાછેડાની ચર્ચા ચાલી રહી હતી અને આખરે આ વાતો સાચી સાબિત થઈ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માને આજે બાંદ્રા ફેમિલી કોર્ટમાં સમન્સ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં તેમના છૂટાછેડાની ફોર્માલિટી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી બંનેના રસ્તા હંમેશાં માટે અલગ થઈ ગયા છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. એબીપી ન્યૂઝે બાંદ્રા કોર્ટના વકીલને ટાંકીને પુષ્ટિ આપી છે કે બંનેને આજે ફોર્માલિટી પૂર્ણ કરવા માટે ફેમિલી કોર્ટમાં બોલાવવામાં આવ્યાં હતાં, જ્યાં બધી કાનૂની ફોર્માલિટી પૂર્ણ થઈ ગઈ છે, જોકે યુઝવેન્દ્ર કે ધનશ્રી બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તે બંને ઘણીવાર તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રહસ્યમય રીતે સ્ટોરી મૂકતાં જોવા મળ્યાં છે. યુઝવેન્દ્ર ચહલની ઇન્સ્ટામાં રહસ્યમય સ્ટોરી
યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકીને લખ્યું હતું કે ‘હું જેટલો બચી શકું છું… ભગવાને મને એના કરતાં વધુ બચાવ્યો છે. મારી સાથે રહેવા બદલ ભગવાનનો આભાર. જ્યારે મને ખબર નથી કે તમે સાથે છો.’ ધનશ્રીએ પણ જવાબ આપ્યો
યુઝવેન્દ્રની ઇન્સ્ટા સ્ટોરીના એક કલાક પછી ધનશ્રીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી. તેણે લખ્યું, ‘તણાવથી નસીબદાર બનવા સુધી. ભગવાન ચિંતાઓને ખુશીમાં કેવી રીતે ફેરવે છે એ ખૂબ જ અદ્ભુત છે. જો તમે કોઈ બાબતને લઈને તણાવમાં છો તો તમારે જાણવું જોઈએ કે તમારી પાસે એક વિકલ્પ છે. તમે કાં તો તણાવ લઈ શકો છો અથવા એને ભગવાનને સમર્પિત કરી શકો છો. ભગવાન તમારા ભલા માટે બધું એકસાથે કરી શકે છે એ માનવામાં શક્તિ છે.’