back to top
Homeગુજરાત614 વર્ષ પછી અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે:26મીએ નગરદેવીની યાત્રાનું કોણ પ્રસ્થાન...

614 વર્ષ પછી અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે:26મીએ નગરદેવીની યાત્રાનું કોણ પ્રસ્થાન કરાવશે તે અસ્પષ્ટ, 6.25 કિમી લાંબી યાત્રાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના 614 વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે. માતાજીની ચરણ પાદુકા રથમાં મૂકવામાં આવશે. સવારે 7:30 વાગ્યે નગરયાત્રા નીકળશે. જોકે, આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી કરાવશે કે નગરપતિ તરીકે મેયર કરાવશે તે અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી યાત્રામાં ઉપસ્થિત રહેશે કે કેમ? તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશેઃ મેયર
અમદાવાદના મેયર પ્રતિભા જૈનએ જણાવ્યું હતું કે, નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે, જેમાં દરેક રૂટ પર ભવ્ય સ્વાગત કરાશે. અનેક સાધુ-સંતો આ યાત્રામાં હાજર રહેશે. યાત્રામાં અખાડા, ટેબલો, ભજનમંડલી સહિતના નગરજનો જોડાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. યાત્રાના રૂટ પર વિશેષ તૈયારીઓ કરાશે. હોર્ડિંગ, બેનર વગેરે લગાવવામાં આવશે. માતાજીની આ યાત્રામાં ચરણપાદુકા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરશે. માણેક બુરજ ખાતે માતાજીની આરતી કરાશે
614 વર્ષ બાદ પહેલીવાર આ નગરદેવીની યાત્રા નીકળશે. ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા, માલપુર દરવાજા થઈને જગન્નાથ મંદિર જશે. જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના કિનારે ગાયકવાડ હવેલી થી મહાલક્ષ્મી મંદિર થઈને લાલ દરવાજા ઘર થઈને નિજ મંદિરે પરત ફરશે. ત્રણ દરવાજા પાસે માતાજીની આરતી થશે. માણેક બુરજ ખાતે માતાજીનું સ્વાગત અને આરતી કરાશે. બપોરે હવન અને વિશેષ ભંડારાનું આયોજન
મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શોભાયાત્રાનું સ્વાગત થશે. ખમાસાથી જમાલપુર પગલાં જશે. જમાલપુર મંદીરથી હવેલી નીકળશે. સાબરમતી નદીના આરે માતાજીની આરતી થશે. વસંત ચોક મંદિરના વારસદારો આરતી ઉતરશે. લાલ દરવાજાથી સિદી સૈયદની જાળી યાત્રા પહોંચીને યાત્રા નિજ મંદિર પહોંચશે. શોભાયાત્રા બપોરે 12.30 આસપાસ પરત આવશે. બપોરે હવન થશે અને સાથે વિશેષ ભંડારાનું આયોજન કરાયું છે. શોભાયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવાઈઃ ટ્રસ્ટી
લાલ દરવાજા નગરદેવી ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તે અંગેની પરમિશન અને બધું કાર્ય ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઇવેન્ટ મેનેજમેન્ટને મંદિર દ્વારા કામગીરી સોંપવામાં આવી છે, જે પરમિશનથી લઈને તમામ સંકલન કરી રહી છે. તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને તમામ પરમિશન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આ બાબતે અમારા ઇવેન્ટ મેનેજમેન્ટ મેનેજર બધું કરી રહ્યા છે. કર્ણાવતી નગર તરીકે અમદાવાદની ઓળખ થાય અપીલ
વધુમાં શશીકાંત તિવારીએ જણાવ્યું હતું કે, પૂર્વજો સમયે આ યાત્રા નીકળતી નહોતી. કેટલાક કારણોસર આ યાત્રા બંધ કરવામાં આવી હતી. અમદાવાદની સાથે સત્ય હકીકત આ છે કે, આ કર્ણાવતી નગર છે. કર્ણાવતી નગર તરીકે અમદાવાદની ઓળખ થાય તેવી ટ્રસ્ટીએ મેયરને અપીલ કરી છે. ભદ્રકાળી મંદિરના ઈતિહાસને સમયાંતરે નષ્ટ કરવામાં આવ્યો…
વધુમાં શશિકાંત તિવારીએ કહ્યું કે, મંદિરનો એક હજાર વર્ષ જૂનો ઈતિહાસ છે, સમયાંતરે મંદિરના ઈતિહાસને નષ્ટ કરવામાં આવ્યો છે. માતાજીની નગરયાત્રા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહને આમંત્રણ અપાશે. ઈતિહાસકારોના મતે મંદિર મરાઠાકાળમાં બન્યુ જ્યારે સરકારી ગેઝેટિયરમાં 1411નો ઉલ્લેખ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments