કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ હવે ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે. એક્ટ્રેસે પોતે આ વાતની જાહેરાત કરી હતી. તેણે આજે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે આ ફિલ્મના OTT રિલીઝ વિશે માહિતી આપી છે. કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ ‘ઇમરજન્સી’ અને પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો ફોટો શેર કર્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું – ‘ઇમર્જન્સી’ ફિલ્મ 17 માર્ચે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી
પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી પર આધારિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગનાએ ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. જ્યારે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, વિશાક નાયર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને સતીશ કૌશિક પણ તેની સાથે દેખાયા હતાં. સર્ટિફિકેટ ન મળવાને કારણે ફિલ્મના રિલીઝ પર રોક લાગી હતી
ફિલ્મ ‘ઇમર્જન્સી’ 14 જૂન 2024ના રોજ રિલીઝ થવાની હતી. જોકે, લોકસભાની ચૂંટણીને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ રિલીઝના થોડા દિવસો પહેલા જ સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો. ફિલ્મમાં વિવાદાસ્પદ સીન હોવાનાં આરોપો હતા. 30 ઓગસ્ટના રોજ કંગનાએ જણાવ્યું હતું કે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ પાસ થઈ ગઈ હતી, પરંતુ કેટલાક શક્તિશાળી લોકોના દબાણને કારણે સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલે કંગના હાઈકોર્ટ પહોંચી હતી. શીખ સમુદાય સાથે સંબંધિત કેટલાક વાંધાજનક સીનને કારણે તેલંગાણામાં પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. આ ફિલ્મને 17 ઓક્ટોબરે સેન્સર બોર્ડે પાસ કરી હતી
પ્રમાણપત્ર બાબતે નિર્ણય ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. દેશભરમાં કંગના વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધાઈ હતી અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. શીખ સમુદાયે પણ કંગના અને ફિલ્મનો સખત વિરોધ કર્યો હતો. કંગના રનૌતે 17 ઓક્ટોબરે જણાવ્યું હતું કે ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. ‘ઇમર્જન્સી’ ફિલ્મનું કલેકશન
સેકોનિલના અહેવાલ મુજબ, ફિલ્મ ‘ઇમર્જન્સી’એ ભારતીય બોક્સ ઓફિસ પર ₹18.35 કરોડની કમાણી કરી હતી. તે જ સમયે, તેણે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 23.75 કરોડ રૂપિયાની કમાણી કરી.