back to top
Homeદુનિયાટ્રમ્પે 30 દિવસમાં આખા વિશ્વમાં ખળભળાટ મચાવ્યો:ટેરિફ, વિઝા, જન્મજાત નાગરિકતા; 16 નિર્ણયથી...

ટ્રમ્પે 30 દિવસમાં આખા વિશ્વમાં ખળભળાટ મચાવ્યો:ટેરિફ, વિઝા, જન્મજાત નાગરિકતા; 16 નિર્ણયથી દરેક દેશના જીવ અધ્ધરતાલ, ભારતીયોને સાંકળોમાં બાંધીને ડિપોર્ટ કર્યા

અમેરિકામાં ટ્રમ્પ સરકારનો એક મહિનો પૂર્ણ થયો છે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે 100થી વધુ આદેશો પર હસ્તાક્ષર કર્યા. આ પોતે જ ઇતિહાસ હતો. આ સાથે તેમણે બાઇડનના 78 આદેશોને પલટ્યા હતા. ટ્રમ્પે આગામી 30 દિવસોમાં આવા ઘણા નિર્ણયો લેવાનું ચાલુ રાખ્યું. તેમણે સમગ્ર વિશ્વમાં પારસ્પરિક ટેરિફ લાદવાનો નિર્ણય લીધો. તે જ સમયે, ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી-સાંકળોમાં દેશનિકાલ કરવાનું શરૂ થયું. સ્ટોરીમાંં ટ્રમ્પના 16 મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જાણીશું જેનો ભારત સહિત વિશ્વ પર પ્રભાવ પડ્યો… 20 જાન્યુઆરી- પહેલો દિવસ 1. બાઇડનના 78 નિર્ણયોને પલટ્યા
શપથ લીધાના માત્ર 6 કલાકમાં જ બાઇડનના 78 નિર્ણયો પલટી દીધા. આમાં કેપિટોલ રમખાણોમાં દોષિતોને માફ કરવા, અમેરિકાને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના સભ્યપદમાંથી પાછું ખેંચવા અને દવાઓના ભાવ ઘટાડવાના આદેશોનો સમાવેશ થાય છે. 2. જન્મજાત નાગરિકતા કાયદાને નાબૂદ કરવાનો આદેશ આપ્યો
ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અથવા કામચલાઉ વિઝા પર રહેતા માતાપિતાના બાળકોને જન્મજાત નાગરિકતાનો અધિકાર નકારવાનો આદેશ આપ્યો. તેમના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જોકે, ટ્રમ્પના આદેશમાં જણાવાયું છે કે તે ફક્ત આ આદેશની તારીખથી 30 દિવસ પછી અમેરિકામાં જન્મેલા લોકો પર જ લાગુ પડશે. આનો અર્થ એ થયો કે અમેરિકામાં ભારતીયોની આવનારી પેઢીઓને તેની અસર થશે. 3. ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું
ટ્રમ્પે ‘ગલ્ફ ઓફ મેક્સિકો’નું નામ બદલીને ‘ગલ્ફ ઓફ અમેરિકા ‘ કરવાની જાહેરાત કરી. હકીકતમાં, ટ્રમ્પ માને છે કે આ ક્ષેત્રમાં અમેરિકાની હાજરી વધુ છે. આ વિસ્તારમાં અમેરિકા સૌથી વધુ પ્રવૃત્તિ કરે છે, તેથી આ જગ્યા અમેરિકાની છે. 21 જાન્યુઆરી- બીજો દિવસ 1. ઘણા દેશોમાંથી આવતા શરણાર્થીઓની ફ્લાઇટ્સ રદ કરી
ટ્રમ્પે શરણાર્થી પુનર્વસન કાર્યક્રમ રદ કર્યો. આના કારણે હજારો શરણાર્થીઓ વિવિધ દેશોમાં ફસાયા. આ શરણાર્થીઓને અમેરિકામાં આશ્રય માટે મંજૂરી આપવામાં આવી હતી. 2. H-1B વિઝા બંધ ન કરવાની જાહેરાત કરી
ટ્રમ્પે H1B વિઝા બંધ ન કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમેરિકાને જે પ્રતિભાની જરૂર છે તે ફક્ત આ વિઝા કાર્યક્રમ દ્વારા જ મેળવી શકાય છે. અમેરિકાને પ્રતિભાની જરૂર છે. અમને ફક્ત એન્જિનિયરોની જ જરૂર નથી, પરંતુ અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ વ્યાવસાયિકોની જરૂર છે. તેઓ અમેરિકનોને તાલીમ પણ આપશે. 10માંથી 7 H-1B વિઝા ફક્ત ભારતીયોને જ આપવામાં આવે છે. અમેરિકા દર વર્ષે 65,000 લોકોને H-1B વિઝા આપે છે. તેની સમય મર્યાદા 3 વર્ષ છે. જો જરૂર પડે તો, તેને બીજા 3 વર્ષ માટે લંબાવી શકાય છે. 23 જાન્યુઆરી- ચોથો દિવસ જેલોમાં બંધ ટ્રાન્સ-મહિલાઓને પુરુષોની જેલમાં રાખવાનો આદેશ આપ્યો
ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ જાહેરાત કરી કે દેશમાં ફક્ત બે જ જાતિ હશે- પુરુષ અને સ્ત્રી. ટ્રમ્પ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રાન્સજેન્ડર સમુદાય વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યાના ચોથા દિવસે તેમણે જાહેરાત કરી કે હવેથી ટ્રાન્સ-વુમનને મહિલા જેલમાં રાખવામાં આવશે નહીં. તેમને પુરુષોની જેલમાં શિફ્ટ કરાશે. આ સાથે ટ્રમ્પે આદેશ આપ્યો કે લિંગ પરિવર્તન સંબંધિત સારવાર બંધ કરવામાં આવશે. 24 જાન્યુઆરી- પાંચમો દિવસ વિશ્વભરમાં વિદેશી સહાય પર પ્રતિબંધ
ટ્રમ્પ વહીવટીતંત્રે ઇઝરાયલ, ઇજિપ્ત અને ખાદ્ય કાર્યક્રમો સિવાયના વિદેશી દેશોને આપવામાં આવતી તમામ સહાય 90 દિવસ માટે બંધ કરી દીધી. આ આદેશ બાદ વિશ્વભરમાં આરોગ્ય, શિક્ષણ, વિકાસ અને રોજગાર સંબંધિત ઘણા પ્રોજેક્ટ્સ બંધ થવાનો ભય વધી ગયો છે. 25 જાન્યુઆરી- છઠ્ઠો દિવસ ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને હટાવીને જોર્ડન અને ઇજિપ્તમાં સ્થાયી કરવાની વાત કરી
ટ્રમ્પે ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને હટાવીને ઈજિપ્ત, જોર્ડન અને આરબ દેશોમાં સ્થાયી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે ગાઝામાં લગભગ બધું જ નાશ પામ્યું છે, લોકો ત્યાં મરી રહ્યા છે. એટલા માટે હું કેટલાક આરબ દેશો સાથે મળીને ગાઝાના લોકોને બીજી જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માંગુ છું જ્યાં તેઓ શાંતિથી રહી શકે. 29 જાન્યુઆરી- 10મો દિવસ ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના બિલ પર હસ્તાક્ષર કર્યા
ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ બિલ લેકન રાઇલી એક્ટ પર હસ્તાક્ષર કર્યા. આ કાયદો ફેડરલ સત્તાવાળાઓને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અટકાયતમાં રાખવા અને દેશનિકાલ કરવાની સત્તા આપે છે. ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર ગુનાહિત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ક્યુબા નજીક ગુઆન્ટાનામો-બે જેલમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે. અહીં 30 હજાર બેડ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ જેલને દુનિયાની સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે. 1 ફેબ્રુઆરી- 14મો દિવસ ચીન, કેનેડા, મેક્સિકો પર ટેરિફ વધાર્યો
1 ફેબ્રુઆરીએ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25% અને ચીન પર 10% વધારાના ટેરિફ લાદ્યા. તેમણે આ અંગે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. જોકે, 4 ફેબ્રુઆરીએ તેમણે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાના આદેશને 30 દિવસ માટે મુલતવી રાખ્યો. 4 ફેબ્રુઆરી- 16મો દિવસ 104 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લશ્કરી ફ્લાઇટ દ્વારા મોકલ્યા
ટ્રમ્પે લશ્કરી ફ્લાઇટમાં 104 ગેરકાયદેસર ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા. આ પહેલી વાર હતું જ્યારે અમેરિકાએ ઇમિગ્રન્ટ્સના પરિવહન માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કર્યો. 5 ફેબ્રુઆરીએ જ્યારે ફ્લાઇટ ભારતમાં ઉતરી ત્યારે આ લોકોના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ હતી. આ અંગે ભારતીય સંસદમાં પણ હોબાળો થયો હતો. 6 ફેબ્રુઆરી- 18મો દિવસ 1. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ લાદ્યો
ટ્રમ્પે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર પ્રતિબંધો લાદવાનો આદેશ જારી કર્યો. ઈઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહુની વિરુદ્ધ પેલેન્સ્ટાઇનમાં વોર ક્રાઇમ કરવાના આરોપમાં ICC દ્વારા જારી ધરપકડ વોરંટ પછી ટ્રમ્પે આ પગલું ભર્યું. તેમણે ICC અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો તેમજ તપાસમાં મદદ કરનારા કોઈપણ વ્યક્તિની સંપત્તિ જપ્ત કરવા અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો પણ આદેશ આપ્યો. આનો અર્થ એ થયો કે અમેરિકામાં આ લોકોની બધી સંપત્તિ ફ્રીઝ કરવામાં આવશે. ઉપરાંત, તેમને અમેરિકા જવાથી પ્રતિબંધિત કરવામાં આવશે. વિઝા આપવામાં આવશે નહીં. 10 ફેબ્રુઆરી- 22મો દિવસ 1. સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ લાદ્યો
ટ્રમ્પે બધા દેશોમાંથી આયાત થતા સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લગાવવાની જાહેરાત કરી. આની અસર ભારત પર પણ પડશે. જો અમેરિકા આ ​​ધાતુઓની ખરીદી ઘટાડશે, તો ભારતને દર વર્ષે અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાના આધારે 2018માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ પણ લાદ્યા હતા. 2. વિદેશી દેશોમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ સ્થગતિ કર્યા
ટ્રમ્પે લગભગ 50 વર્ષ જૂના ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)ને સ્થગતિ કર્યો. આનાથી અમેરિકનો માટે વિદેશમાં વ્યવસાય માટે લાંચ આપવી એ હવે ગુનો નહીં બને. ટ્રમ્પના આ નિર્ણયની ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના કેસ પર પણ અસર પડી શકે છે. અદાણી પર ભારતમાં રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ સુરક્ષિત કરવા માટે લાંચ આપવાની યોજના બનાવવાનો આરોપ છે. 13 ફેબ્રુઆરી- 25મો દિવસ મોદીને મળવાના બે કલાક પહેલા આખી દુનિયામાં જેટલો ટેક્સ અમેરિકા પર લાદ્યો તેટલો જ ટેક્સ જે તે દેશ પર લાદ્યા
પીએમ મોદી અમેરિકાના પ્રવાસે હતા. તે ટ્રમ્પને મળવાના હતા. આ બેઠકના 2 કલાક પહેલા ટ્રમ્પે ભારત સહિત તમામ દેશો પર ટિટ ફોર ટેટ ટેરિફની જાહેરાત કરી. તેનો અર્થ એ કે, કોઈ દેશ અમેરિકન માલ પર ગમે તેટલો ટેરિફ લાદે, અમેરિકા પણ તે દેશના માલ પર એ જ ટેરિફ લાદશે. જો અમેરિકા ભારત પર ટેરિફ વધારશે તો તેનાથી નુકસાન થશે. ભારત તેના 17% થી વધુ વિદેશી વેપાર અમેરિકા સાથે કરે છે. જો અમેરિકા ભારત પર ટેરિફ લાદે છે, તો ભારતીય ઉત્પાદનો અમેરિકન બજારોમાં મોંઘા વેચાશે. આનાથી અમેરિકન જનતામાં તેમની માંગ ઓછી થશે. 18 ફેબ્રુઆરી- 30મો દિવસ યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે સંબંધો સુધારવાની પહેલ
પોતાના રાષ્ટ્રપતિ પદના પ્રચાર દરમિયાન ટ્રમ્પ કહેતા હતા કે તેઓ સત્તામાં આવતાની સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધ રોકી દેશે. ટ્રમ્પ સરકારની રચનાના 30 દિવસની અંદર અમેરિકાએ યુક્રેન યુદ્ધ રોકવાના ઉદ્દેશ્યથી રશિયા સાથે બેઠક કરી. આ બેઠક સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાઈ હતી. 4:30 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં રશિયા-અમેરિકાએ સૌપ્રથમ પોતાના પરસ્પર સંબંધો સુધારવા માટે પહેલ કરી. બંને દેશો શક્ય તેટલી વહેલી તકે પોતાના દૂતાવાસો કાર્યરત કરવાનું શરૂ કરશે તે અંગે સંમતિ સધાઈ હતી. અમે અહીં સ્ટાફની ભરતી કરીશું જેથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ન સર્જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments