back to top
Homeગુજરાતવાલ્વની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ:વડોદરામાં વડદલા પાસે લાખો લીટર પાણીનો વેડફાટ; દુકાનો...

વાલ્વની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ:વડોદરામાં વડદલા પાસે લાખો લીટર પાણીનો વેડફાટ; દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી

વડોદરા શહેર નજીક હાઇવે પાસે તરસાલી બાયપાસ વડદલા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વને લગતી કામગીરી કરાતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. રોડ ઉપરના દુકાનદારોએ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા. રોડ ઉપર પાણીની રેલમછેલ થતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આડેધડ કામગીરીથી લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો હેરાન
વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને જાણીતું પાલિકાનું તંત્ર નગરજનોને રાહત આપવાના બદલે મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગ ઉપર હાઇવે નજીક પાણીની મુખ્ય લાઇનનો વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઇ હતી. માર્ગ પર પાણી ભરાઇ ગયા હતા સાથે આસપાસની દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં દુકાનદારોને નુકસાન થયું હતું. પાલિકાની કામગીરી પર લોકોએ સવાલ ઉઠાવ્યા
લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી. પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યાં હતા. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. પાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી
પાણી વિતરણ સમયે વાલ્વ બદલવાની કામગીરી સમયે પાણીનો વેડફાટ થતાં વિસ્તારના લોકોને ઓછા પ્રેશરથી પાણી મળ્યું હતું. આયોજન વગરની કામગીરીના કારણે લાખો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. જોકે, પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી પાણીનો બગાડ થતો અટકાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments